ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

જાણો આ ગીતમાં એવું શું હતું કે કરવો પડ્યો મોટો ફેરફાર, ફિલ્મ નિર્માતાએ માંગી માંફી - ફિલ્મ ખુદા હાફિઝ 2ના ગીતમાં ફેરફાર

એક્શન હીરો વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ 'ખુદા હાફિઝ-2' 8 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. અગાઉ, આવનારી ફિલ્મના નિર્માતાઓએ એક ગીત પર નારાજ સમુદાયની માફી (KHUDA HAFIZ 2 FILM MAKERS APOLOGIZED ) માંગી છે.

જાણો આ ગીતમાં એવું શું હતુ કે, કરવો પડ્યો મોટો ફેરફાર ફિલ્મ નિર્માતાએ માંગી માંફી
જાણો આ ગીતમાં એવું શું હતુ કે, કરવો પડ્યો મોટો ફેરફાર ફિલ્મ નિર્માતાએ માંગી માંફી

By

Published : Jul 5, 2022, 2:15 PM IST

મુંબઈ: એક્શન હીરો વિદ્યુત જામવાલની ફારુક કબીર દ્વારા નિર્દેશિત આગામી ફિલ્મ 'ખુદા હાફિઝ 2'ને લઈને ચાહકો ઉત્સાહિત છે. એક્શન ડ્રામા ફિલ્મ 8 જુલાઈએ મોટા પડદા પર રિલીઝ (Khuda Hafiz 2 release date ) થશે. આ દરમિયાન શિયા સમુદાયે ફિલ્મના એક ગીત 'હક હુસૈન' પર નારાજગી વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં ફિલ્મ મેકર્સે સોમવારે એક નિવેદન જારી કરીને માફી માંગી છે. (KHUDA HAFIZ 2 FILM MAKERS APOLOGIZED ) આ સાથે તેમાં મોટો ફેરફાર પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Galliyan Returns Song OUT : 'એક વિલન રિટર્ન્સ'નું પહેલું ગીત 'તેરી ગલિયાં' રિલીઝ, ફેન્સે આ રીતે આપ્યો પ્રતિસાદ

અજાણતા લાગણીઓને ઠેસ પહોંચી છે: તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં વિદ્યુત સાથે અભિનેત્રી શિવાલીકા ઓબેરોય જોવા મળશે. શિવાલીકા ફિલ્મના પહેલા ભાગમાં પણ હતી. મેકર્સે માફી માંગી હતી કે કેટલાક લોકોએ 'હક હુસૈન' ગીતમાં હુસૈન અને ઝંજીરના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. અમારો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નહોતો. અજાણતા લાગણીઓને ઠેસ પહોંચી છે. અમે આ માટે દિલથી માફી માંગીએ છીએ.

આ પણ વાંચો:રજનીકાંતે આ ફિલ્મની કરી ખૂબ જ પ્રસંશા જાણો શું કહ્યું!

એકપક્ષીય રીતે ગીત બદલવાનો નિર્ણય કર્યો: આ સાથે નિર્માતાઓએ માહિતી આપી હતી કે સીબીએફસી સેન્સર બોર્ડની સલાહ પર ગીતના લિરિક્સને 'હક હુસૈન'થી બદલીને 'જુનૂન હૈ' કરવામાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમે એકપક્ષીય રીતે ગીત બદલવાનો નિર્ણય કર્યો છે.' નોંધનીય છે કે 'ખુદા હાફિઝ 2' 2020માં આવેલી ફિલ્મ 'ખુદા હાફિઝ'ની સિક્વલ છે. લોકોને આ એક્શનથી ભરપૂર ફિલ્મ ઘણી પસંદ આવી હતી. પ્રખ્યાત ફિલ્મ વિવેચક તરણ આદર્શની સાથે, અભિનેતા વિદ્યુતે પણ સોશિયલ મીડિયા પર મજબૂત ટીઝર સાથે નવી રિલીઝ તારીખ વિશે માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details