ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Yash Dance Video: KGF સ્ટાર રોકી ભાઈએ રામ્યા કૃષ્ણન સાથે કર્યો ડાન્સ, જુઓ વાયરલ વીડિયો - યશનો ડાન્સ વીડિયો વાયરલ

રોકિંગ સ્ટાર યશનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે 'બાહુબલી'ની માતા રામ્યા કૃષ્ણન સાથે સંપૂર્ણ દેશી અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલમાં જગા બનાવનાર યોશનો ડાન્સ વીડિયોને ચાહકો ખુબજ ઝડપથી શેર કરી રહ્યાં છે. તમે પણ જુઓ આ વાયરલ વીડિયો.

KGF સ્ટાર રોકી ભાઈએ રામ્યા કૃષ્ણન સાથે કર્યો ડાન્સ, જુઓ વાયરલ વીડિયો
KGF સ્ટાર રોકી ભાઈએ રામ્યા કૃષ્ણન સાથે કર્યો ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

By

Published : Jun 12, 2023, 1:45 PM IST

હૈદરાબાદઃસાઉથ સિનેમાના 'રોકી ભાઈ' રોકિંગ સ્ટાર યશનો જલવો હવે આખી દુનિયામાં છવાઈ ગયો છે. 'KGF' સ્ટારની પર્સનાલિટી અને હેન્ડસમનેસથી માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરાઓ પણ કન્વીન્સ થાય છે. 'રોકી ભાઈ'નો બિયર્ડ સ્ટાઈલ લુકને વિશ્વ સ્તરે મોટા સ્ટાર્સ નકલ કરતા જોવા મળ્યા છે. બોલિવૂડમાં પણ હવે 'રોકી ભાઈ'નું દમદાર વ્યક્તિત્વ છે. એક લગ્નમાં યશે રામ્યા કૃષ્ણન સાથે મનમૂકીને કર્યો હતો ડાન્સ. આ સ્ટારનો વીડિયો થયો વાયરલ.

યશ ડાન્સ વીડિયો: ચાહકોએ અત્યાર સુધી ફિલ્મ 'KGF'ના બંને ભાગમાં યશનો તીવ્ર દેખાવ અને ગુસ્સાવાળો દેખાવ જોયો હતો. પરંતુ આ સ્ટારના દિલમાં એક બાળક પણ છુપાયેલું છે જે આ વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં, યશનો એક ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બેંગ્લોરમાં તાજેતરમાં સાઉથ અભિનેતા અભિષેક અંબરીશના લગ્નમાં દેશી સ્ટાઈલમાં જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

રામ્યા સાથે ડાન્સ: આ વીડિયોમાં યશની સાથે ફિલ્મ 'બાહુબલી'માં પ્રભાસની બીજી માતાનો રોલ કરનાર સાઉથની સુંદર અભિનેત્રી રામ્યા કૃષ્ણન પણ જોવા મળે છે. આ વીડિયોમાં બ્લેક કલરની ઈન્ડો વેસ્ટ પહેરીને જોવા મળેલા યશ ગ્રીન સાડીમાં રામ્યા સાથે દેશી ડાન્સ કરતા જોવા મળે છે. આ વાઈરલ વિડીયો દર્શાવે છે કે, આ લગ્નમાં બંનેએ કેટલી એન્જોય કરી છે.

અભિનેતાનો વર્કફ્રન્ટ: હવે યશના ચાહકો પણ તેમના આ શાનદાર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. રોકી ભાઈ 'KGF-2' ફિલ્મમાં જોવા મળ્યા હતા. 'KGF-2' ફિલ્મે બોક્સ ઓફિસ પર તુફાન મચાવી દીધું હતું. હવે યશ KGF-3 ફિલ્મમાં જોવા મળશે. હાલમાં તે KGF ડાયરેક્ટર પ્રભાસ સાથે ફિલ્મ સલારમાં વ્યસ્ત છે. તે આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, યશ અભિનેતા રણબીર કપૂરની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 2'માં જોવા મળી શકે છે.

  1. OMG 2 Movie: હંસરાજ રઘુવંશીની અક્ષય કુમારની OMG-2 ફિલ્મમાં એન્ટ્રી, જાણો આ સિંગર વશે
  2. Vin Diesel: હોલિવૂડ એક્ટર વિન ડીઝલે દીપિકા પાદુકોણ માટે એક ખાસ નોંધ લખી
  3. Box Office Collection: 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર હિટ, 50 કરોડનો આંકડો પાર

ABOUT THE AUTHOR

...view details