હૈદરાબાદઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. ફિલ્મ બ્લોકબસ્ટર ફિલ્મ 'KGF ચેપ્ટર 2'માં જોવા મળેલા અભિનેતા મોહન જુનેજાનું (Southern Actor Mohan Juneja Dies) શનિવારે વહેલી સવારે નિધન થયું હતું. અભિનેતા લાંબા સમયથી બીમાર હતા. બેંગ્લોરની ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. મોહન છેલ્લે KGF 2 ફિલ્મમાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:ફિલ્મ ‘છત્રીવાલી’ માં રકુલ પ્રીત નિભાવશે આ મહત્વની ભૂમિકા
મોહને એક દાયકા સુધી ફિલ્મોમાં ભૂમિકા ભજવી : મોહને એક દાયકા સુધી ઘણી ફિલ્મોમાં સહાયક અભિનેતાની ભૂમિકા ભજવી હતી. મોહને તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ભાષાઓમાં સોથી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
આ પણ વાંચો:ખતરોં કે ખિલાડી સિઝન 12માં આ 2 ટીવી સ્ટાર્સની એન્ટ્રી, જાણો કોણ છે...
અભિનેતાના અવસાનથી ચાહકોમાં શોક :મોહન તેના તેજસ્વી પાત્ર ચેલતા માટે જાણીતા છે. આ ભૂમિકા તેની કારકિર્દીનો પ્રથમ અને મોટો બ્રેક હતો. આ સિવાય મોહન ટીવી સિરિયલ વિટારા સહિત ઘણી ટીવી સિરિયલોમાં પણ જોવા મળ્યો છે. દર્શકોને મોહનની એક્ટિંગ ખૂબ જ મજબૂત અને વાસ્તવિક લાગી. તે જ સમયે, અભિનેતાના અવસાનથી ફિલ્મ ઉદ્યોગ અને તેના ચાહકોમાં શોકની લહેર છે. મોહન કર્ણાટકના તુમકુરનો રહેવાસી હતો. બેંગ્લોરથી ભણાવીને કામ અર્થે શહેરમાં આવ્યો હતો. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.