મુંબઈઃબોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન તારીખ 11 ઓક્ટોબરે 80 વર્ષના (amitabh bachchan cries on kbc 14) થશે. તેમની પત્ની જયા બચ્ચન (jaya bachchan on kbc 14) અને પુત્ર અભિષેક બચ્ચન કૌન બનેગા કરોડપતિ 14 ના જન્મદિવસના સ્પેશિયલ એપિસોડ શોમાં હાજરી આપતા જોવા મળશે. માતા-પુત્રની જોડી હોટ સીટ પર બેસશે. આ બંને અમિતાભ સાથે કેટલીક રસપ્રદ વાતચીત કરતા અને ભૂતકાળની કેટલીક ક્ષણોને યાદ કરતા જોવા મળશે. શોની વચ્ચે જયા બચ્ચન કેબીસી હોસ્ટને શું કહે છે તે જોવું રસપ્રદ રહેશે કે, તેમની આંખોમાં આંસુ આવી જાય છે.
જયા બચ્ચન અને અભિષેક બચ્ચન KBC 14ના શોમાં હાજરી આપતા જોવા મળશે - kbc 14 પર જયા બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (amitabh bachchan cries on kbc 14) તારીખ 11 ઓક્ટોબરે 80 વર્ષના થશે, તેથી તેમનો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રમમાં જયા બચ્ચન (jaya bachchan on kbc 14) અને અભિષેક બચ્ચન શો કૌન બનેગા કરોડપતિ 14માં પહોંચશે. શોના લેટેસ્ટ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, વાતચીત દરમિયાન જયા બચ્ચન એવો સવાલ પૂછે છે, જેનાથી અમિતાભની આંખો ભીની થઈ જાય છે.
kbc 14 પર જયા બચ્ચન: કેબીસી (KBC 14) શો અભિષેકની એન્ટ્રી સાથે શરૂ થશે અને બાદમાં હોટસીટ લીધા પછી, અમિતાબ બચ્ચન આવે છે, તેઓ કહે છે, બહુ જલ્દી કાર્યક્રમ પુરો કરી દીધો. ત્યારે અભિષેક બચ્ચન કહે છે, 'સરપ્રાઈઝ' આટલું કહેતા જયા બચ્ચનની આવે છે. અભિષેક કહે છે, સબંધમાં જે મારી માતા છે, એમ કહેતા જોવા મળશે. આ પછી જયા સફેદ એમ્બ્રોઇડરી સૂટમાં શોમાં પ્રવેશ કરે છે. તે પછી બંને એકબીજાને ગળે લગાવે છે. લેટેસ્ટ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, વાતચીત દરમિયાન જયાએ કંઈક એવું કહ્યું જેનાથી હોસ્ટની આંખો ભીની થઈ જાય છે અને તેમણે ટીશ્યુ પેપરથી પોતાના આંસુ લૂછવા પડે છે. જો કે તેઓ બરાબર શું કહે છે તે હજી સ્પષ્ટ નથી.
બર્થડે સ્પેશિયલ એપિસોડ:બિગ બીના બર્થડે સ્પેશિયલ એપિસોડના અન્ય પ્રોમોમાં, બિગ બી સ્પર્ધકોને પ્રશ્નો પૂછતા જોવા મળે છે અને હૂટરના અવાજથી તેઓ દંગ રહી ગયા હતા. તેમણે ખૂબ જ ઝડપથી રમત સમાપ્ત કરી અને પછી તેના લોકપ્રિય ગીત કભી કભી મેરે દિલ મે ખયાલ આતા હૈ ની લાઇન બેકગ્રાઉન્ડમાં વાગે છે અને તે અભિષેક અમિતાબ બચ્ચનને ગળે લગાવે છે. આ તેમને ભાવુક બનાવે છે. KBC 14 શોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થાય છે.