હૈદરાબાદ: કેટરીના કેફ અને વિજય સેતુપતિના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. કેટરિના અને વિજયની આગામી ફિલ્મ 'મેરી ક્રિસમસ'ની તૈયારી થઈ ગઈ છે. કેટરીના-વિજય અભિનીત ફિલ્મનું તારીખ 17 જુલાઈના રોજ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ નિર્માતાઓએ પોસ્ટર બહાર પાડ્યું છે, જે જોવમાં ક્લાસિકલ ફિલ્મના જેવું લાગે છે. આ ફિલ્મનું નિર્દેશન શ્રીરામ રાઘવને કર્યું છે.
Merry Christmas New Poster: કેટરીના કેફની 'મેરી ક્રિસમસ' ફિલ્મનું પોસ્ટર રિલીઝ, યોદ્ધા સાથે ટકરાશે - મેરી ક્રિસમસનું નવું પોસ્ટર
કેટરીના કેફ અને વિજય સેતુપતિ અભિનીત ફિલ્મ 'મેરી ક્રિસમસ'ના નિર્માતાઓએ ફિલ્મનું લેટેસ્ટ પોસ્ટર જાહેર કર્યું છે. આ પોસ્ટર સાથે ફિલ્મની નવી તારીખ પણ બહાર પાડવામાં આવી છે. 'મેરી ક્રિસમસ' ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રાની 'યોદ્ધા' સાથે ટક્કરાવા માટે તૈયાર છે.
ફિલ્મનું પોસ્ટર રિલીઝ: પોસ્ટરમાં હિન્દીમાં સાયરી લખી છે, 'રાત જીતની સંગીન હોગી, સુબહ ઉતની રંગીન હોગી'. કેટરીનાએ પોસ્ટમાં લખ્યું છે કે, ''અમે ક્રિસમસની ઉજવણી માટે રાહ ઘટાડવાનું નક્કી કર્યું છે. 'મેરી ક્રિસમસ' તમારી નજીકના થિયેટરોમાં તારીખ 15મી ડિસેમ્બર 2023ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની નવી રિલીઝ ડેટ સાથે બોક્સ ઓફિસ પર મેરી ક્રિસમસ સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધા સાથે ટકરાશે. ફ્રોમ ડાયરેક્ટર ઓફ બદલાપુર એન્ડ અંધાધૂન, ટાઈપ્સ ફિલ્મ્સ, મેચબોક્સ દ્વરા નિર્મિત ફિલ્મ છે.
અભિનેત્રીનો આગામી પ્રોજેક્ટ: કેટરીના કેફ તાજેતરમાં ફિલ્મ 'ફોન ભૂત'માં જોવા મળી હતી. તે બોલિવુડના સુપરસ્ટાર સલમાન ખાન સાથે 'ટાઈગર 3'માં પણ જોવા મળશે. આ ફિલ્મ દિવાળી પર રિલીઝ થવાની ધારણા છે. ફિલ્મની રિલીઝ ડેટ અંગે ઓઔચારીક નિવેદનની રાહ જોવામાં આવી રહી છે. મનીષ મલ્હોત્રા દ્વારા નિર્દેશિત ફિલ્મ એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનનો પઠાણના રુપમાં એક કેમિયો પણ જોવા મળશે. મેરી ક્રિસમસનું શૂટિંગ બે ભાષાઓમાં કરવમાં આવ્યું છે અને તેમાં વિવિધ સહાયક કલાકારો સામેલ છે.