હૈદરાબાદ:બોલિવૂડના સ્ટાર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફે તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ (1st Wedding Anniversary)ની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. આ કપલ (Katrina kaif and Vicky Kaushal Wedding Anniversary) તારીખ 9મી ડિસેમ્બરે તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ ઉજવવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં કપલ આ સેલિબ્રેશન માટે ખાસ સ્થળ હિલ સ્ટેશન પર પહોંચી ગયું છે. કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર શેર કરીને આ જાણકારી આપી છે.
પર્વતોમાં પ્રથમ લગ્નની વર્ષગાંઠ:કેટરીના કૈફે સોશિયલ મીડિયા પર તેમની કેટલીક સુંદર તસવીર શેર કરી છે. આ તસવીરોમાં કેટરીનાના ચહેરા પર લગ્નની પ્રથમ વર્ષગાંઠની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. કેટરિના કૈફે આ તસવીર શેર કરીને કેપ્શન આપ્યું છે કે, પહાડોમાં. આ તસવીરોમાં કેટરિનાએ ક્રીમ અને રેડ કોન્ટ્રાસ્ટમાં ફ્લોરલ સ્વેટ શર્ટ પહેર્યું છે. આ તસવીર વિકીએ ક્લિક કરી છે, જે કેટરિનાએ તસવીરના કેપ્શનમાં જણાવ્યું છે.