ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ - Katrina kaif Instagram Account

હાલ કેટરિના કેફે અને વિકી કૌશલ (Katrina kaif and vicky Kaushal) ઉનાળા વેકેશનની મજા માણી રહ્યાં છે. જેની કેટરિના કેફે સોશિયલ મીડિયા (Social Media) પર તસવીરો શેર કરી છે.

Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ
Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ

By

Published : Mar 31, 2022, 6:00 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડનું સુંદર કપલ કેટરિના કેફ અને વિકી કૌશલ (Katrina kaif and vicky Kaushal) હાલ ઉનાળા વેકેશન પર છે અને ખૂબ એન્જોય કરી રહ્યાં છે. જો કે કપલે એ હજુ ગુપ્ત રાખ્યુ છે કે તે કઇ જગ્યા પર વેકેશનની મજા માણી રહ્યું છે. કેટરિનાએ ગુરુવારે સોશિયલ મીડિયા પર તેના વેકેશનની સુંદર તસવીરો ફેન્સ માટે શેર કરી હતી. લગ્ન બાદથી જ કેટરીના પતિ વિકી કૌશલ સાથેની એવી તસવીરો શેર કરી રહી છે, જેનાથી તેના ફેન્સ ખુશ થઈ રહ્યા છે.

Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ

કેટરિના અને વિકી ક્રૂઝ પર રજાનો આનંદ માણી રહ્યાં છે: કેટરિનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Katrina kaif Instagram Account) પર તેની રજાઓની તસવીરો શેર કરી છે, જેમાં કપલની સ્ટાઈલ જોવામાં આવી રહી છે. આ તસવીરોમાં કેટરિના અને વિકી ક્રૂઝ પર રજાનો આનંદ માણી રહ્યાં છે. આ દરમિયાન કેટરિના અને વિકી ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળે છે, જ્યારે કેટરિનાએ મલ્ટીકલર બિકીની પહેરી છે, તો વિકી કૌશલ શર્ટલેસ તેની પત્ની કેટરિનાના ખોળામાં સૂતો છે.

Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ

ચાહકોએ કરી કોમેન્ટ: એક ચાહકે લખ કેટરિનાએ શેર કરેલી તસવીરોમાં એક પ્રકૃતિ સાથે પણ જોડાયેલી છે, જેમાં નારંગી વાદળની નીચે એક ઝૂંપડી દેખાઈ રહી છે. કેટરિનાએ આ તસવીરો સાથે ઈમોજીસ ઉમેર્યા છે, પરંતુ કોઈ કેપ્શન આપ્યું નથી. હવે આ તસવીરો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી. કેટરીના અને વિકીના ફેન્સ આ તસવીરોને લાઈક કરીને આડેધડ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'કોઈની પાસે આટલી પરફેક્ટ કેમેસ્ટ્રી કેવી રીતે હોઈ શકે'. એક ચાહકે લખ્યું, 'હોટેસ્ટ કપલ'.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે 9 ડિસેમ્બરે કેટરિના અને વિકીએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં શાહી લગ્ન કર્યા હતા. જેમાં પરિવારના સભ્યો, નજીકના સંબંધીઓ અને ખાસ મિત્રોએ હાજરી આપી હતી.

Katrina kaif and vicky Kaushal: હોલિડે પરથી કેટરિના કેફે શેર કરી તસવીર, જોવા મળ્યો કપલનો કઇક આ અંદાજ

આ પણ વાંચો:Ranbir and Alia Wedding Date: રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાની વાત પર લગાવી મહોર, આ છે તેનો વેડિંગ પ્લાન

લગ્ન બાદથી આ કપલ સતત તેમના કામ અને ઘરની તસવીરો શેર કરે છે. આ પહેલા કપલની હોળી સેલિબ્રેશનની તસવીરો પણ સામે આવી હતી.

કપલના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં કેટરિના કૈફ 'મેરી ક્રિસમસ', 'ફોન ભૂત' અને 'જી લે ઝરા' ફિલ્મોથી ચર્ચામાં છે. તે આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઈ રહેલી 'ટાઈગર 3'માં જોવા મળશે.

વિકી કૌશલ તેની આગામી ફિલ્મમાં સારા અલી ખાન સાથે જોવા મળશે. તેની બેગમાં ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' પણ છે. ,

આ પણ વાંચો:The kashmir Files: 'ધ કાશમીર ફાઇલ્સ'નો જાદુ યથાવત, અનુપમ ખેરની કરવામાં આવી રહી છે પૂજા

ABOUT THE AUTHOR

...view details