ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Shehzada trailer on Burj Khalifa: બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું 'શહજાદા'નું ટ્રેલર, કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો - બુર્જ ખલીફા શેહજાદાનું ટ્રેલર

કાર્તિક આર્યન અને કૃતિ સેનનના ચાહકો માટે દુબઈથી આવ્યા છે ખૂશીના સમાચાર. કાર્તિક બુધવારે દુબઈ ગયો હતો, ત્યાં તેમની ફિલ્મ 'શહજાદા'નું ટ્રેલર બુર્જ ખલિફા પર બતાવવામાં આવ્યું હતું. આ જોઈ અભિનેતા ખૂબ જ ખૂશ થઈ ગયા હતા. કાર્તિકે ચાહકો માટે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જે વીડિયોને ખૂબ જ મોટા પ્રમાણમાં લાઈક મળી રહી છે.

Shehzada trailer on Burj Khalifa: બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું 'શહજાદા'નું ટ્રેલર, કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો
Shehzada trailer on Burj Khalifa: બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું 'શહજાદા'નું ટ્રેલર, કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો

By

Published : Feb 16, 2023, 4:47 PM IST

મુંબઈઃકાર્તિક આર્યન અને કૃતિ સેનનની ફિલ્મ 'શહજાદા' બુર્જ ખલિફા પર બતાવવામાં આવી હતી. કાર્તિક આર્યન બુધવારે દુબઈ ગયો હતો. અહિં બુર્જ ખલિફા પર તેમની ફિલ્મ શહજાદાના ટ્રેલરનું સ્ક્રિનિંગ જોઈ ખૂબ જ ખૂશ થયો હતો. કાર્તિકે ત્યાંથી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોને ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. આ ઉપરાંત વીડિયોને ખૂબ જ મોટા પ્રમાણમાં લાઈક મળી રહી છે.

આ પણ વાંચો:Anjali Arora hot video: અંજલિ અરોરાએ શોર્ટ ડ્રેસમાં કર્યો ડાન્સ, જુઓ સ્ટારનો હોટ વીડિયો

શેહજાદાનું ટ્રેલર: કાર્તિક આર્યન ગઈ કાલે રાત્રે તારીખ 15 ફેબ્રુઆરીએ દુબઈ પહોંચી ગયો હતો. અહીં સ્થિત બુર્જ ખલીફા પર બોલિવૂડ અને હોલીવુડની ઘણી ફિલ્મોના ટ્રેલર્સનું પ્રમોશન કરવામાં આવે છે, જેના માટે નિર્માતાઓને ઘણા પૈસા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં કાર્તિકની ફિલ્મ 'શહજાદા'ના ટ્રેલરની સ્ક્રીનિંગ પણ કાચની બનેલી બુર્જ ખલીફાની બિલ્ડિંગમાં થઈ હતી.

Shehzada trailer on Burj Khalifa: બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું 'શહજાદા'નું ટ્રેલર, કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો

બુર્જ ખલીફા પર શેહઝાદાનું ટ્રેલર:બોલિવૂડના હેન્ડસમ અભિનેતાઓમાંના એક કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'શહજાદા'ના પ્રમોશનમાં દિવસ અને રાત વ્યસ્ત છે. દેશના અનેક શહેરોમાં ફિલ્મનું પ્રમોશન કર્યા બાદ કાર્તિક આર્યન હવે દુબઈની દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પહોંચી ગયો છે. કાર્તિકે અહીંથી પોતાનો એક વીડિયો શેર કર્યો છે. બુર્જ ખલીફા પર કાર્તિકના ચાહકો વચ્ચે ફિલ્મ 'શહજાદા'નું ટ્રેલર ચાલ્યું છે. અહીં કાર્તિકના ઘણા ચાહકો ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. અભિનેતા કાર્તિકે પણ તેના ચાહકો પર ઘણો પ્રેમ વરસાવ્યો હતો.

Shehzada trailer on Burj Khalifa: બુર્જ ખલીફા પર બતાવવામાં આવ્યું 'શહજાદા'નું ટ્રેલર, કાર્તિક આર્યને વીડિયો શેર કર્યો

ફિલ્મ રિલીઝ ડેટ: બુર્જ ખલીફા પર ચાલતી તેની ફિલ્મનું ટ્રેલર જોઈને કાર્તિક પણ ખૂબ જ ખુશ હતો. આ પહેલા કાર્તિક આર્યનને તાજમહેલ અને ઈન્ડિયા ગેટ પર ચાહકો વચ્ચે ફિલ્મનું પ્રમોશન કરવામાં ખૂબ જ મજા આવી હતી. ફિલ્મ 'શહેજાદા' આવતીકાલે એટલે કે તારીખ 17 ફેબ્રુઆરીએ દેશ અને દુનિયાના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

કાર્તિક આર્યનની શહેઝાદાનું ટ્રેલર: કાર્તિક બ્લેક લુકમાં અહીં પહોંચ્યો હતો અને ખૂબ જ ખુશ દેખાતો હતો. કાર્તિક આર્યને બુર્જ ખલીફાનો આ નજારો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ અદ્ભુત વિડિયો શેર કરતાં કાર્તિક આર્યને લખ્યું છે કે, 'શહેઝાદા વાલી ફીલિંગ આવી રહી છે અને ખરેખર દુનિયાની ટોચ પર'. થોડા સમય પહેલા જ કાર્તિકે આ વીડિયો શેર કર્યો છે, જેના પર 60 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે.

આ પણ વાંચો:Jodhaa Akbar: હૃતિક અને ઐશ્વર્યાની ફિલ્મ 'જોધા અકબર'ને 15 વર્ષ પૂરાં, ડિરેક્ટરે શેર કર્યો વીડિયો

શહજાદા ફિલ્મ વિશે:કાર્તિક આર્યન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'શહજાદા'નું નિર્દેશન અભિનેતા વરુણ ધવનના મોટા ભાઈ અને નિર્દેશક રોહિત ધવને કર્યું છે. શેહઝાદા ઈન્ડિયન સાઉથ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને પૂજા હેગડે અભિનીત ફિલ્મ 'આલા વૈકુંઠપુરમલો'ની સત્તાવાર હિન્દી રિમેક છે. અલ્લુ અર્જુનની આ ફિલ્મ વર્ષ 2020માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો હતો. હવે જોવાનું એ રહેશે કે કાર્તિકનું હિન્દી વર્ઝન 'શહેજાદા' દર્શકો પર કેટલું રાજ કરે છે.

ABOUT THE AUTHOR

...view details