મુંબઈઃબોલિવૂડના 'રૂહ બાબા' કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ત્રીજું ગીત 'ગુજ્જુ પટાકા' શુક્રવારે તારીખ 16 જૂને રિલીઝ થયું છે. કાર્તિક આર્યને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ત્રીજું ગીત શેર કર્યું છે. આ ગીતોમાં કાર્તિક આર્યનનો સ્ટાઈલ અને અદભૂત ડાન્સ જોવા મળી રહ્યો છે.
Gujju Pataka: 'સત્યપ્રેમ કી કથા'નું ત્રીજું ગીત 'ગુજ્જુ પટાકા' રિલીઝ, કાર્તિક આર્યને લુંગી ઉઠાવીને કર્યો ડાન્સ - ગુજ્જુ પટાકા સોન્ગ આઉટ
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ત્રીજું ગીત 'ગુજ્જુ પટાકા' રિલીઝ થઈ ગયું છે. આ ગીતની માહીતી કાર્તિક આર્યને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. અગાઉ કાર્તિક-કિયારાની જોડી 'ભૂલભુલૈયા 2'માં જોવા મળી હતી. આ ફિલ્મ તારીખ 29 જૂને રિલીઝ થશે.
ગુજ્જુ પટાકા રિલીઝ: આ ગીતને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કાર્તિક આર્યનએ કેપ્શનમાં લખ્યું, 'આયા આયા દેખે આયા હીરો આયા રે, ગુજ્જુ પટાકા, 'સત્યપ્રેમ કી કથામાંથી મારો ફેવરિટ ડાન્સ નંબર'. હવે કાર્તિક આર્યનના ચાહકો આ ગીતને ઘણો પ્રેમ આપી રહ્યા છે. ગુજ્જુ પટાકા ગીત મીત બ્રધર્સ-મનમીત અને હરમીત સિંહ દ્વારા ગાયું છે અને આ ગીતનું સંગીત પણ આ બે ભાઈઓની જોડીએ આપ્યું છે. ગીતના શબ્દો ગીતકાર કુમારે લખ્યા છે. આ ગીતને પ્રખ્યાત કોરિયોગ્રાફર બોસ્કો માર્ટિનના ભાગીદાર બોસ્કો સીઝર દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવ્યું છે. જેમણે 'ઝૂમે જો પઠાણ'માં શાહરૂખ અને દીપિકાને ડાન્સ શીખવ્યો હતો.
ફિલ્મની સ્ટારકાસ્ટ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડીની આ ફિલ્મ તારીખ 29 જૂને રિલીઝ થઈ રહી છે. અગાઉ કાર્તિક અને કિયારાની જોડી ફિલ્મ 'ભૂલ-ભૂલૈયા 2'માં જોવા મળી હતી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. 'સત્યપ્રેક કી કથા' ફિલ્મનું નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યું છે. ફિલ્મમાં કાર્તિક અને કિયારાની સાથે સુપ્રિયા પાઠક કપૂર, ગજરાવ રાવ, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, નિર્મી સાવંત અને શિખા તલસાનિયા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.