હૈદરાબાદ:સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'એ ભારતીય બોક્સ ઓફિસ પર તબાહી મચાવી છે. આ ફિલ્મ તારીખ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સિનીની ફિલ્મે પાંચમાં દેવસે સરળતાથી 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એટલું જ નહિં, પરંતુ પાંચમાં દિવસે સૌથી વધુ કમાણી કરી છે. સ્વતંત્રતા દિવસે 55 કરોડ રુપિયાથી વધુનું કેલક્શન કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.
Kartik Aaryan Gadar 2: કાર્તિક આર્યને થિયેટરમાં 'ગદર 2' નિહાળી, અભિનેતાએ આપી જોરદાર પ્રતિક્રિયા - કાર્તિક આર્યન ગદર 2
બોલિવુડનો હેન્ડસમ એક્ટર કાર્તિક આર્યને સની દેઓલ અને અમિષા પટેલ અભિનીત ફિલ્મ 'ગદર 2' જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર 'ગટર 2'ની સ્ક્રીન સાથેની એક તસવીર શેર કરી છે. ફિલ્મ જોઈ સનીની ફિલ્મમના કર્યા વખાણ.
કાર્તિક આર્યને ગદર 2 નિહાળી: દેશભરમાં ફિલ્મ 'ગદર 2'નો જારદાર ક્રેઝ છે. ફેન્સ અને સેલેબ્સ પણ 'ગદર 2'ના જોરદાર વખાણ કરી રહ્યાં છે. હવે બોલિવુડનો પ્રિન્સ કાર્તિક આર્યન પણ 'ગદર 2'ની સફળતા જોવા માટે થિયેટરો તરફ આકર્ષાયા હતા. કાર્તિક આર્યને તેમના ઈન્સ્ટાગ્રામ ઈન્સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. કાર્તિક આર્યન મુંબઈના ગેઈટી ગેલેક્સી થિયેટરની બહાર જોવા મળ્યા હતા. અહીં કાર્તિક આર્યન વ્હાઈટ શર્ટ અને માથા પર કાળા રંગની ટોપીમાં જોવા મળ્યા હતા. કાર્તિક આર્યને અગાઉ તેમના ચાહકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. દેશના તિરંગા સાથે એક સુંદર સેલ્ફી પણ શેર કરી હતી.
કાર્તિક આર્યનની આગામી ફિલ્મ: અગાઉ, કાર્તિક આર્યન તેમની 10 વર્ષથી વધુની કારકિર્દીમાં પ્રથમ વખત મેલબોર્નના 14માં ભારતીય ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. અહિં, કાર્તિક આર્યનને રાઈઝિંગ ગ્લોબલ સુપરસ્ટાર એવોર્ડ મળ્યો હતો. કાર્તિક આર્યન છેલ્લે 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મમાં જોવા મળ્યા હતા. કાર્તિક આર્યન આગામી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં જોવા મળશે. કાર્તિક આર્યન હવે ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન'ને લઈને ચર્ચામાં છે. લંડનમાં ફિલ્મનું શેડ્યુલ પણ પુરું થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે જૂન 2024માં રિલીઝ થશે.