ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Shehzada Release: 'શહજાદા'ની રિલીઝ માટે કાર્તિક ગયા સિદ્ધિવિનાયકના દર્શનાર્થે, તસવીર કરી શેર - કાર્તિક આર્યન અને શહેજાદા રિલીઝ

તારીખ 17 ફેબ્રુારીએ કાર્તિક આર્યનની ફિલ્મ 'શહજાદા' રિલીઝ થઈ છે. કાર્તિક આર્યન ફિલ્મ માટે પ્રાર્થના કરવા માટે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ બાપ્પાના આશિર્વાદ લેવા માટે ગયા છે. કાર્તિકે પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જુએ અહિં તસવીર.

Shehzada Release: 'શહજાદા'ની રિલીઝ માટે કાર્તિક ગયા સિદ્ધિવિનાયકના દર્શનાર્થે, તસવીર કરી શેર
Shehzada Release: 'શહજાદા'ની રિલીઝ માટે કાર્તિક ગયા સિદ્ધિવિનાયકના દર્શનાર્થે, તસવીર કરી શેર

By

Published : Feb 17, 2023, 5:39 PM IST

મુંબઈઃહાલમાં જ બુર્જ ખલિફા પર શહજાદાનું ટ્રેલર બતાવવામાં આવ્યું હતું. કાર્તિકે આ અંગેનો વીડિયો પણ શેર કર્યો હતો. કાર્તિક આર્યનના ચાહકો વીડિયો જોઈ ખુશ થઈ ગયાં હતાં. ફિલ્મ 'શહજાદા'ની રિલીઝ બાદ કાર્તિકે સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાંં તે ગણપતિ બાપ્પાને હાથ જોડીને નમન કરી ફિલ્મ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફિલ્મ 'શહજાદા'માં કાર્તિક આર્યનની સાથે અભિનેત્રી કૃતિ સેનન લીડ રોલમાં છે.

આ પણ વાંચો:Akshay Kumar And Honey Singh Song: અક્ષય અને હનીની જોડી ચર્ચામાં, સેલ્ફ ફિલ્મનું ગીત 'કુડી ચમકીલી'નું ટીઝર થશે રિલીઝ

કાર્તિક ગણપતિ બાપ્પાના દર્શનાર્થે: તારીખ 17 ફેબ્રુઆરીએ બોલિવૂડના હેન્ડસમ અભિનેતાઓમાંના એક કાર્તિક આર્યન માટે ખૂબ જ ખાસ દિવસ છે. કારણ કે, આ દિવસે તેની ફિલ્મ 'શહજાદા' સિનેમાઘરોમાં ચાલી રહી છે. ફિલ્મની રિલીઝના દિવસે કાર્તિક આર્યન ખૂબ જ નર્વસ છે અને ગણપતિ બાપ્પા સમક્ષ વંદન કરીને તેમના આશીર્વાદ માંગી રહ્યા છે. કાર્તિક આર્યન ફિલ્મ 'શહજાદા'ની રિલીઝના દિવસે બાપ્પાના આશીર્વાદ લેવા મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા.

ભૂલ ભૂલૈયા 2:કાર્તિક આર્યનએ બાપ્પા સામે હાથ જોડીને તસવીર શેર કરી અને લખ્યું, 'તગનપતિ બપ્પા મોર્યા, બાપ્પાના આશીર્વાદ પછી, હવે તમારો રાજકુમાર'. કાર્તિકની આ પોસ્ટને તેના હજારો ચાહકોએ પસંદ કરી છે અને તેઓ અભિનેતાને હિંમત અને ફિલ્મ માટે શુભેચ્છાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કાર્તિક આર્યન પણ ફિલ્મ 'ભૂલ ભૂલૈયા-2' માટે સિદ્ધિવિનાયક પહોંચ્યો હતો. ફિલ્મ 'ભૂલ ભુલૈયા-2'એ બોક્સ ઓફિસ પર 250 કરોડથી વધુની કમાણી કરી હતી.

આ પણ વાંચો:Swara Bhasker Viral Tweet: સ્વરા ભાસ્કરે તેના પતિ ફહાદને 'ભાઈ' કહ્યો, યુઝર્સ દ્વારા થઈ ટ્રોલ

ફિલ્મ શહજાદા: કાર્તિકની 'ભૂલ-ભૂલૈયા-2'થી દર્શકો ફરી થીએટર તરફ વળ્યા હતા. આ ફિલ્મે બોયકોટ દરમિયાન બોલિવૂડની શરમ બચાવવાનું કામ કર્યું હતું. ફિલ્મ 'શહજાદા'માં કાર્તિક આર્યનની સાથે અભિનેત્રી કૃતિ સેનન લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત ધવને કર્યું છે. આ ફિલ્મ સાઉથની સુપરહિટ ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલો'ની સત્તાવાર હિન્દી રિમેક છે, જેમાં અલ્લુ અર્જુન અને પૂજા હેગડેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. સાઉથની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો, જેનાથી અલ્લુ અર્જુનની લોકપ્રિયતા વધી.

ABOUT THE AUTHOR

...view details