ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

કાર્તિક આર્યન બન્યો રશ્મિકા મંદાનાનો 'પાર્ટનર', જૂઓ ફોટોઝ - રશ્મિકા મંદાના ફોટોઝ

સાઉથની સુપરહિટ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે કાર્તિકની તસવીર (Kartik Aaryan shares pic with Rashmika Mandanna) સામે આવી છે. આ તસવીર શેર કરીને કાર્તિકે રશ્મિકાને પોતાની પાર્ટનર કહી છે.

Etv Bharatકાર્તિક આર્યન બન્યો રશ્મિકા મંદાનાના 'પાર્ટનર', જૂઓ ફોટોઝ
Etv Bharatકાર્તિક આર્યન બન્યો રશ્મિકા મંદાનાના 'પાર્ટનર', જૂઓ ફોટોઝ

By

Published : Sep 15, 2022, 3:27 PM IST

હૈદરાબાદ: 'ભૂલ-ભૂલૈયા-2'ની સફળતા (Kartik Aaryan hit movie) બાદ કાર્તિક આર્યનનો સ્ટાર ઊંચો છે. અભિનેતાને એક પછી એક ફિલ્મો મળી રહી છે અને સાથે જ તેને જાહેરાતોનો ધમધમાટ પણ શરુ થઈ ગયો છે. હવે સાઉથની સુપરહિટ અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે કાર્તિકની એક તસવીર (Kartik Aaryan shares pic with Rashmika Mandanna) સામે આવી છે. આ તસવીર શેર કરીને કાર્તિકે રશ્મિકાને પોતાની પાર્ટનર કહી છે.

આ પણ વાંચો:જૂઓ આલિયા ભટ્ટ રણબીરના વાળ સરખા કરવા જતી ત્યાં રણબીરે કર્યુ આવુ

બંને એકબીજાની ખૂબ નજીક ઉભા છે: કાર્તિક આર્યનએ ગુરુવારે થોડી મિનિટો પહેલા રશ્મિકા મંદાના સાથે એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં બંને એકબીજાની ખૂબ નજીક ઉભા છે. આ તસવીર શેર કરતાં કાર્તિક આર્યનએ લખ્યું છે, 'મળો મારી વાઉ પાર્ટનરને'.

કાર્તિક રશ્મિકા કઈ ફિલ્મ માટે સાથે આવ્યા:શું કાર્તિક આર્યન અને રશ્મિકા મંદાના કોઈ ફિલ્મ માટે સાથે આવ્યા છે? શું ચાહકો આ સુંદર કપલને કોઈ પ્રોજેક્ટમાં સાથે જોઈ શકશે? જો આ તસવીર જોયા પછી તમારી બેચેની વધી ગઈ હોય તો થોડો આરામ કરો અને અમે તમને જણાવીએ છીએ કે આ તસવીરનો અર્થ શું છે.

બંનેનો લુક કેવો હતો: વાસ્તવમાં, આ સુંદર કપલે એક જાહેરાત માટે સાથે કામ કર્યું છે, જ્યાંથી અભિનેતાએ આ તસવીર શેર કરી છે. આ તસવીરમાં કાર્તિક આર્યન કોફી કલરના કોટ-પેન્ટમાં અને રશ્મિકા સુંદર પીચ ડ્રેસમાં જોવા મળી રહી છે.

આશિકી 3માં જોવા મળશે આ જોડી:તમને જણાવી દઈએ કે, હાલમાં જ કાર્તિક આર્યનને લઈને ફિલ્મ 'આશિકી-3'ની જાહેરાત કરવામાં આવી છે. હવે મેકર્સ ફિલ્મની હિરોઈનની શોધમાં છે. આશિકી 3ની હિરોઈન માટે અત્યાર સુધી શહનાઝ ગિલ, કૃતિ સેનન અને શ્રદ્ધા કપૂરના નામ સામે આવ્યા છે.

શું રશ્મિકા મંદાનાઆશિકી 3માં જોવા મળશે: પરંતુ આ દરમિયાન એક વધુ નામ છે જે દરેકની નજરમાં છે અને તે છે ફિલ્મ 'પુષ્પા'ની શ્રીવલ્લી ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાના. હા, સોશિયલ મીડિયા પર એવો અવાજ ઉઠી રહ્યો છે કે 'આશિકી-3'માં કાર્તિક આર્યન સાથે રશ્મિકા મંદાનાને કાસ્ટ કરવામાં આવે.

આ પણ વાંચો:જાણો આલિયા ભટ્ટનું બેબી શાવર સેલિબ્રેશન ક્યારે થશે

આવું થાય તો ફિલ્મ હિટ સાબિત થાય : જો આવું થાય તો ફિલ્મ મોટી હિટ સાબિત થઈ શકે છે. શું તમને લાગે છે કે આશિકી 3 માટે કાર્તિક-રશ્મિકાની જોડી શ્રેષ્ઠ છે કે નહીં?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details