મુંબઈઃબોલિવૂડને સતત હિટ ફિલ્મ આપનાર એક્ટર કાર્તિક આર્યન (kartik aaryan) અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. આ ઉપરાંત એકથી વધુ ફની પોસ્ટ શેર કરતો રહે છે. આ ક્રમમાં 'ભુલ ભુલૈયા 2'ના અભિનેતા જે ખાવાના શોખીન તરીકે જાણીતા છે. તેમણે 2 મોટી ગુજરાતી થાળી સાથેની તસવીર શેર કરી (Kartik Aaryan Gujarati thali) છે. કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે ટેબલ પર રાખેલા સ્વાદિષ્ટ ભોજનની વચ્ચે પોઝ આપતો જોવા મળે છે.
આ પણ વાંચો:ભારતમાં અવતાર 2ની કમાણી થઈ ગઈ બંધ, આ રહ્યું અઠવાડિયાનું કલેક્શન
કાર્તિક આર્યન ગુજરાતી થાળી: ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલી તસવીરમાં તેની શાનદાર સ્ટાઈલ સામે આવી છે. તસવીર શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે, કે 'નો ટચિંગ ઓન્લી સીઇંગ, ટેબલ ફોર ટૂ' (નો ટચિંગ ઓન્લી સીઇંગ). ચિત્રમાં, 'લુકા છુપી' અભિનેતા કાળા પેન્ટ સાથે ગ્રે ટી શર્ટ અને બેઝબોલ કેપ પહેરેલો જોવા મળે છે અને અભિનેતાની સામે 2 ગુજરાતી થાળી મૂકવામાં આવી છે.
આ પણ વાંચો:Year Ender 2022: આ વર્ષે રિલીઝ થયેલી આ ફિલ્મમાં કલાકારો નવી ભૂમિકામાં જોવા મળ્યા
કાર્તિક આર્યન અપકમિંગ ફિલ્મ: કાર્તિક આર્યન હાલમાં ગુજરાતમાં છે. જ્યાં તે તેની મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું શૂટિંગ કરી રહ્યો છે. કાર્તિક આર્યનની આગામી ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી કિયારા અડવાણી છે. કાર્તિક આગામી ફિલ્મ 'શહેજાદા'માં પણ જોવા મળશે, જેમાં તેમની સાથે કૃતિ સેનન છે. આ સાથે તેમની પાસે 'કેપ્ટન ઈન્ડિયા' અને કબીર ખાનની અનટાઈટલ ફિલ્મ પણ છે. તાજેતરમાં કાર્તિકની 'ભૂલ ભુલૈયા 2' રિલીઝ થઈ હતી. જેમાં ચાહકો તેની શાનદાર અભિનયથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ સાથેે ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. તાજેતરમાં તે અભિનેત્રી અલાયા એફ સાથે 'ફ્રેડી'માં પણ જોવા મળ્યો હતો.