ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Satyaprem Ki Katha Trailer: 'સત્યપ્રેમ કી કથા' ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર, શેર કર્યું નવું પોસ્ટર - સત્યપ્રેમ કી કથા પોસ્ટર

કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું નવું પોસ્ટર ફિલ્મના નિર્માતાઓએ ચાહકો સાથે શેર કર્યું છે. આ દરમિયાન ચાહકોએ પ્રતિક્રિયા પણ આપી છે. ચાહકો રાહ જોઈ રહ્યાં હંશે કે, ટ્રેલર ક્યારે રિલીઝ થશે. ત્યારે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.

'સત્યપ્રેમ કી કથા' ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર, શેર કર્યું નવું પોસ્ટર
'સત્યપ્રેમ કી કથા' ફિલ્મના ટ્રેલરની રિલીઝ તારીખ જાહેર, શેર કર્યું નવું પોસ્ટર

By

Published : Jun 4, 2023, 3:30 PM IST

મુંબઈ:આગામી મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ના નિર્માતાઓએ તારીખ 4 જૂનના રોજ એક નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. દરમિયાન ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટ બહાર પાડવામાં આવી છે. ફિલ્મના કલાકારો કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ તેમના સંબંધિત ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. જેના કેપ્શનમાં કાર્તિકે લખ્યું, 'આજ કે બાદ તુ મેરી રહેના. સત્યપ્રેમ કી કથા. ટ્રેલર આવતીકાલે સવારે 11.11 કલાકે રિલીઝ થશે'.

ટ્રેલર રિલીઝ ડેટ: સમીર વિધવાન્સ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. નવા પોસ્ટરમાં બંને કલાકારો એકબીજાની આંખોમાં જોઈ રહ્યાં છે. પોસ્ટરમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. 'સત્યપ્રેમ કી કથા'નું સત્તાવાર ટ્રેલર તારીખ 5 જૂને સવારે 11.11 કલાકે રિલીઝ થશે. નવું પોસ્ટર રિલીઝ થતાંની સાથે જ ચાહકોએ કોમેન્ટ બોક્સમાં વખાણ કર્યા છે.એક ચાહકે કોમેન્ટ કરી '2023ની મોસ્ટ અવેટેડ રોમેન્ટિક ફિલ્મ'. અન્ય એક પ્રશંસકે લખ્યું, 'સો સો એક્સાઈટેડ'. એક યુઝરે લખ્યું, 'મારે સત્તુ અને કથા'.

ફિલ્મના કલાકાર: તાજેતરમાં જ નિર્માતાઓએ ફિલ્મનો ટ્રેક 'નસીબ સે' રિલીઝ કર્યો હતો. જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. ગીતમાં કાર્તિક અને કિયારાની કેમેસ્ટ્રી સુંદર રીતે બતાવવામાં આવી છે. કિયારા-કાર્તિક ઉપરાંત, ફિલ્મમાં સુપ્રિયા પાઠક કપૂર, ગજરાજ રાવ, સિદ્ધાર્થ રાંધેરિયા, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, નિર્મિત સાવંત અને શિખા તલસાનિયા પણ છે.

વર્કફ્રન્ટ: આ ફિલ્મ તારીખ 29 જૂને સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. તારીખ 27 મેના રોજ સત્યપ્રેમ કી કથા ફિલ્મનું પ્રથમ ગીત 'નસીબ સે' રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સોન્ગમાં કાસ્મિરમાં કાર્તિક અને કિયારાનો રોમાન્સ જોવા મળે છે. આ જોડી 'ભુલભુલૈયા 2' પછી આ બીજી વખત સાથે જોવા મળી રહી છે. કાર્તિક આર્યાન આશિકી 3 ઉપરાંત 'કેપ્ટન ઈન્ડિયન'માં જોવા મળશે. જ્યારે કિયારા રામચરણ સાથે ગેમ ચેલેન્જરમાં જોવા મળશે.

  1. Aamir Raja Hussain Death: જાણીતા દિગ્દર્શક, અભિનેતા આમિર રઝા હુસૈનનું નિધન
  2. Box Collection: 'ઝરા હટકે જરા બચકે' ફિલ્મનો થિયેટરોમાં જાદુ, આટલી કમાણી કરી
  3. Parveen Babi Biopic: ઉર્વશી રૌતેલાએ પરવીન બાબીની બાયોપિકની તૈયારી શરૂ કરી, ચાહકોએ કર્યા વખાણ

ABOUT THE AUTHOR

...view details