હૈદરાબાદ:આજે તારીખ 21 ફેબ્રુઆરીના રોજ બોલિવીડની અભિનેત્રી કરીના કપૂરના પુત્ર જેહ અલી ખાનનો બીજો જન્મ દિવસ છે. આ પ્રસંગે અભિનેત્રી કરીના કપૂર ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેમણે પોતાના પુત્ર જેહ અલી ખાનની તસવીર શેર કરીને શુભેચ્છા પાઠવી છે. આ સાથે ફિલ્મ જગતના કલાકારો શુભેચ્છા પાઠવી રહ્યાં છે. જુઓ અહિં તસવીર.
આ પણ વાંચો:board exams 2023 : શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા સંદર્ભે પાઠવ્યો સંદેશ, વિદ્યાર્થીઓને આપી આ સલાહ
કરીના કપૂરે પુત્રને પાઠવી શુભેચ્છા: બોલીવુડની અભિનેત્રી કરીના કપૂર ખાને મંગળવારે તેમના પુત્ર જેહ અલી ખાન માટે જન્મદિવસનો સુંદર સંદેશ શેર કર્યો છે. તેમના પુત્રને બીજા જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. કરીનાએ તેમની જેહની મનોહર તસવીરો શેર કરી છે. કરીનાએ આ તસવીરો શેર કર્યા પછી તરત જ ઘણી સેલિબ્રિટીઓએ જેહને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને કોમેન્ટ પણ આપી છે. આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન, ડિઝાઈનર ફરાઝ મનન અને અભિનેતા શીબા અન્ય લોકોમાં હતા જેમણે જેહ માટે જન્મદિવસનો સંદેશો છોડ્યો હતો.