મુંબઈ: બોગ બોસ 15નું ફેમસ કપલ કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશ આ દિવસોમાં ચર્ચામાં છે. આ કપલ તાજેતરમાં મુંબઈના એક સ્થાનિક મંદિરમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. આ કપલનો પૂજા કરતા વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. એક પ્પૈપ્સે સોશિયલ મીડિયા પર કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનો નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કપલ મંદિરમાં દિવો સળગાવતા અને પીપળાની પ્રદક્ષિણા કરતા જોવા મળે છે.
Karan and Tejasswi: શનિ મુક્તેશ્વર મંદિરમાં કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશે પૂજા કરી, જુઓ વીડિયો - મંદિરમાં કરણ અને તેજસ્વી
પ્રખ્યાત કપલ કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશનો તાજેતરનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં કપલ મુંબઈના એક સ્થાનિય મંદિરમાં પૂજા કરતા જોવા મળ્યા હતા. આ વીડિયો જોઈ ચાહકોએ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક ચાહકે લખ્યુ છે કે, 'ભગવાન એમની બધી મનોકામના પુરી કરે.'
મંદિરમાં કરણ-તેજસ્વી:કરણ અને તેજસ્વી પ્રકાશે કૈજુઅલ વિયરનો વિકલ્પ પસંદ કર્યો હતો. વીડિયોમાં કરણ નેવી ગ્રીન કલરના ટી-શર્ટ અને બ્લૂ શોર્ટસમાં જોવા મળ્યા હતા. જ્યારે તેજસ્વીએ કલરફુલ ટોપ અને ડેનિમ પહેર્યો હતો. કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશને મંદિરમાં એક સાથે પૂજા કરતા જોઈને ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ઘણા ચાહકોએ પ્રતિક્રિયા આપી છે. એક ચાહકે લખ્યુ છે કે, 'એવિલ આઈ ઓફ'. જ્યારે બીજાએ લખ્યું છે કે, 'બન્ને એક બીજા માટે બન્યા છે'. જ્યારે ત્રીજાએ લખ્યું છે કે, ભગવાન એમની બધી મનોકામના પુરી કરે.
કરણ-તેજસ્વીનો વર્કફ્રન્ટ: કરણે 'કિતની મોહબ્બત હૈ'થી પોતાના કેરિયરની શરુઆત કરી હતી. ત્યાર બાદ તેઓ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં જોવા મળ્યા હતા. તેમણે 'લવ સ્કૂલ' અને 'ગુમરાહ' જેવા રિયાલીટી શોમાં પણ કામ કર્યું છે. કરણ છેલ્લે શો 'તેરે ઈશ્ક મેં ઘાયલ'માં વીરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેજસ્વી પ્રકાશની વાત કરીએ તો તેમણે વર્ષ 2012માં અભિનયની શરુઆત કરી હતી અને 'પહરેદાર પિયા કી', 'રિશ્તા લિખેંગે હમ નયા', 'કર્ણ સંગિની', 'ખતરોં કે ખિલાડી 10' અને 'બિગ બોગ 15' જેવા શોમાં ભાગ લીધો હતો. તેઓ છેલ્લે એક્તા કપૂરનો શો 'નાગિન 6'માં જોવા મળ્યાં હતાં.