હૈદરાબાદ:બોલિવૂડના નવપરિણીત યુગલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની (Ranbir Kapoor and Alia Bhatt) એકસાથે પ્રથમ ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. આ પહેલા કરણ જોહરે ફિલ્મના ફેન્સ માટે એક મોટું સસ્પેન્સ શેર (Karan Johar Shares A Glimpse of Shah Rukh Khan) કર્યું છે. કરણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મ સાથે જોડાયેલી એક ટૂંકી વિડિયો ક્લિપ શેર કરી છે, જેને જોયા બાદ ફિલ્મ જોવા માટે ચાહકોની બેચેની વધી ગઈ છે.
આ પણ વાંચો:સૈફ અલી ખાનના બનેવી કુણાલ ખેમુએ કરી તેની પ્રથમ ફિલ્મની જાહેરાત
શાહરૂખને એક્શનમાં જોઈને ઉત્સાહિત: કરણ જોહરે ટ્વિટર પર શેર કરેલી ક્લિપ ફિલ્મ બ્રહ્માસ્ત્રની છે, જેમાં શાહરૂખ ખાનનો રોલ બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં 'વાનરાસ્ત્ર'ને ફાઈટ સીનમાં બતાવવામાં આવ્યો છે. અગાઉ લીક થયેલી તસવીરોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે શાહરૂખ ખાન છે, જે ફિલ્મમાં કેમિયો ભજવી રહ્યો છે. ચાહકોએ તરત જ કોમેન્ટ સેક્શનમાં અભિવ્યક્ત કરવાનું શરૂ કર્યું કે તેઓ શાહરૂખને એક્શનમાં જોઈને ઉત્સાહિત છે.