ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Kapil Sharma Show: કપિલ શર્મા તેમની ટીમ સાથે US જશે, વિદેશમાં કરશે પરફોર્મન્સ - કપિલ શર્મા ટીમ સાથે પ્રવાસ પર

પ્રખ્યાત કપિયલ 'શર્મા શો' પર હવે લાગી શકે છે થોડા સમય માટે બ્રેક. કોમેડિયાન કપિલ શર્મા જુલાઈ મહિનામાં પોતાની ટીમ સાથે પ્રવાસ પર જવાના છે. આ દરમિયાન લગભગ 6 શહેરોમાં પરફોર્મ કરતા જોવા મળશે. ગયા વર્ષે કપિલ શર્માનું અમિરિકામાં પ્રદર્શન હતું, પરંતુ કઈંક સમસ્યાના કારણે તેઓ જઈ શક્યા ન હતા. આ વખતે પ્રદર્શન માટેની તૈયારી થઈ ગઈ છે.

કપિલ શર્મા તેમની ટીમ સાથે USના પ્રવાસે જશે, વિદેશમાં કરશે શાનદાર પરફોર્મન્સ
કપિલ શર્મા તેમની ટીમ સાથે USના પ્રવાસે જશે, વિદેશમાં કરશે શાનદાર પરફોર્મન્સ

By

Published : May 22, 2023, 12:11 PM IST

હૈદરાબાદ:TV પર ચાલતા પ્રખ્યાત કપિલ 'શર્મા શો'ના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર અને બીજ દુખદ સમાચાર. સારા સમાચાર એ છે કે, કોમેડિયન અને ખુબજ પ્રખ્યાત કપિલ શર્મા જુલાઈમાં ટીમ સાથે USના પ્રવાસ પર જવા માટે તૈયાર છે. કપિલ શર્મા આ પ્રવાસ તેમની ટીમ સાથે તારીખ 8 જુલાઈ દરમિયાન શરુ કરશે. આ દરમિયાન તેઓ ટીમ સાથે નવી જર્સીમાં પરફોર્મન્સ કરવાના છે.

કપિલ શર્માનો પ્રવાસ: કપિલ શર્મા પતાના શાનદાર અભિનય માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત 'કપિલ શર્મા શો'ને ખુબજ સારા પ્રમાણમાં લોકો પસંદ કરે છે. હવે ગયા વર્ષે કપલિ શર્મા અને તેમની ટીમ વિઝાની સમસ્યાને કારણે અમેરિકામાં તેમનું પ્રદર્શન આપી શક્યા નહતા. આ વખતે પ્રદર્શન કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત કપિસ શર્મા અન્ય દેશમાં પણ પ્રદર્શન કરવા માટે તૈયર છે. આ સાથે બીજા ખાસ સમાચાર એ છે કે, આ દરમિયાન શો અમુક સયમ માટે બંધ થઈ શકે છે. કારણ કે, જુલાઈમાં કપિલ શર્મા તેમની ટીમ સાથે US જવા માટે રવાના થશે.

શોને લાગશે બ્રેક:કપિલ શર્માનો અભિયન શાનાદર છે, જેના કારણે તેમણે ચાહકોના દિલમાં જગા બનાવી છે. જ્યારે શો ચાલતો હોય ત્યારે કપિલ શર્મા પોતાના અભિનયને લઈ ખુબજ ઉત્સાહિત જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પ્રવાસને લઈને કપિલ શર્મા શો હવે થોડા સમય માટે બંધ રહેશે. કારણ કે, આ શોની આખી ટીમ પ્રવાસ પર જશે. આ પ્રવાસ પુરો થતાં જ કપિલ શર્મા શો ફરીથી પહેલાની જેમ જ ઉત્સાહ સાથે દર્શકો સમક્ષ ફરીથી શરું થશે.

આ પણ વાંચો:

  1. TMKOC: મોનિકા ભદોરિયાએ અસિત મોદી પર લગાવ્યો મોટો આરોપ, અભિનેત્રીને મળી હતી ધમકી
  2. "આજ ખુશ તો બહુત હોંગે તુમ",'દીવાર'ના ડાયલોગના શુટિંગ વખતે કેમેરા પાછળ કેમેરામેન હતો જ નહીં
  3. Drishyam Remake: 'દ્રશ્યમ'ની રિમેક બનશે, વિદેશી ભાષામાં તૈયાર થનારી પહેલી બોલિવૂડ ફિલ્મ

ABOUT THE AUTHOR

...view details