કાંગડા: હાલ પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા હિમાચલના પ્રવાસે (Kapil Sharma In Himachal) છે. કપિલ શર્મા પોતાનો જન્મદિવસ (Kapil Sharma 41 Birthday) મનાવવા માટે 30 માર્ચે પરિવાર સાથે ધર્મશાળા પહોંચી ગયો હતો. 2જી એપ્રિલે કપિલ શર્માનો જન્મદિવસ છે. કપિલ શર્મા ધર્મશાળાના મેકલિયોડગંજમાં એક હોટલમાં પરિવાર સાથે રોકાયો છે.
કપિલ પહોંચ્યો ધર્મગુરુ દલાઈ લામાને મળવા:કપિલ શર્માના ધર્મશાળામાં આગમનને લઈને તેના ચાહકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુરુવારે મોડી સાંજે તે મેક્લોડગંજ માર્કેટમાં ફરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી હતી. આ પછી કપિલ શર્મા તિબેટના ધર્મગુરુ દલાઈ લામાના ઘરે આગમન કર્યું હતું. જ્યાં તિબેટીયન બૌદ્ધ સાધુઓએ કપિલ શર્મા સાથે ફોટો પડાવ્યો હતો. કપિલ શર્મા થોડા દિવસ ધર્મશાળામાં રહેશે.