ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Rishab Shetty: ઋષભ રિષભ શેટ્ટીએ લાઈનમાં ઉભા રહીને આપ્યો મત, ચાહકો સાથે લધી સેલ્ફી - ઋષભ શેટ્ટી કંતારા સ્ટારર

કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ 'કંતારા' ફેમ અભિનેતા ઋષભ શેટ્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023માં પોતાનો મત આપીને અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કર્યો છે. આ સાથે અભિનેતાએ બૂથ પર તેના ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી. અભિનેતાએ સોશિયલ મીડિયા પર તસવીર પણ શેર કરી છે.

ઋષભ રિષભ શેટ્ટીએ લાઈનમાં ઉભા રહીને આપ્યો મત, ચાહકો સાથે લધી સેલ્ફી
ઋષભ રિષભ શેટ્ટીએ લાઈનમાં ઉભા રહીને આપ્યો મત, ચાહકો સાથે લધી સેલ્ફી

By

Published : May 10, 2023, 9:13 PM IST

હૈદરાબાદ:સાઉથના રાજ્ય કર્ણાટકમાં તારીખ 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભાની તમામ 224 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. આ વોટિંગનો નિર્ણય તારીખ 13 મેના રોજ આવશે. કન્નડ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અને બ્લોકબસ્ટર ફિલ્મ 'કંતારા' સ્ટાર ઋષભ શેટ્ટીએ પણ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાનો વોટ નાખતાની તસવીરો શેર કરી છે. ઋષભે તેના પારંપરિક ડ્રેસમાં સામાન્ય લોકોની જેમ લાઈનમાં ઉભા રહીને મતદાન કરીને પોતાના મતના અધિકારનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને તેના રાજ્યના ચાહકોને પણ તેની પોસ્ટમાં મતદાન કરવાની અપીલ કરી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી: હવે અભિનેતાની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તારીખ 10 મેના રોજ સવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યા પછી અભિનેતાએ બૂથમાંથી તેમની તસવીર શેર કરી અને ચાહકોને કહ્યું કે, તેણે પોતાનો મત આપ્યો છે. અહીં અભિનેતા પોતાનો નંબર મેળવવા માટે સામાન્ય વ્યક્તિની જેમ લાઇનમાં રાહ જોતા હતા. આ દરમિયાન કંતારા અભિનેતાએ તેના ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી.

Chandrika Saha: ચંદ્રિકા સાહાનો પુત્ર ઈજાગસ્ત, અભિનેત્રીએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

nawazuddin siddiqui: નવાઝુદ્દીન સિદ્દીકી પારુલ યુનિવર્સિટીની મુલાકાતે, કહ્યું હું જુગાડ કરી કમાણી નથી કરતો

The Kerla Story: પ્રતિબંધનો વિરોધ કરતાં ફિલ્મ નિર્માતાએ કહ્યું, 'અભિવ્યક્તિની સ્વતંત્રતા પર મોટો હુમલો.'

અભિનેતાએ તસવીર કરી શેર: આ પછી અભિનેતાએ તેના ફોટોગ્રાફ્સમાં આંગળી પર વોટના કાળા નિશાન અને ઓળખ કાર્ડ બતાવ્યા છે. અભિનેતાએ તેની તસવીર શેર કરી અને લખ્યું, 'મેં કર્ણાટક અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારો મત આપ્યો છે ? અગાઉ અભિનેતાએ પોસ્ટર શેર કરીને તેના ચાહકોને વોટ કરવાની અપીલ પણ કરી હતી. અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે અભિનેતા તેની આગામી ફિલ્મ 'કંતારા 2'થી ચર્ચામાં છે અને અભિનેતાએ 'કંતારા 2'ની સ્ટોરી લખી અને તૈયાર કરી છે.

ABOUT THE AUTHOR

...view details