ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Chandramukhi 2 Trailer: 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ, જુઓ કંગના રનૌતની શાનદાર એક્ટિંગ - ચંદ્રમુખી 2 રિલીઝ ડેટ

એક્ટ્રેસ કંગના રનૌત અને રાઘવ લોરેન્સ સ્ટારર ફિલ્મ 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કંગના આ ફિલ્મ સાથે સાઉથમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. 'ચંદ્રમુખી 2'માંથી કંગનાની પ્રથમ ઝલક શેર થતાં જ દર્શકોમાં ફિલ્મ જોવાની ઉત્તેજના ખુબ જ વધી ગઈ હતી. અહીં જુઓ 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર.

'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ, જુઓ કંગના રનૌતની શાનદાર એક્ટિંગ
'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ, જુઓ કંગના રનૌતની શાનદાર એક્ટિંગ

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2023, 5:19 PM IST

હૈદરાબાદ: બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત અને અભિનેતા રાઘવ લોરેન્સ 'ચંદ્રમુખી 2'ને લઈને ખુબ જ ચર્ચામાં છે. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ નિર્માતાઓએ 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ચાહકો આ ફિલ્મના ટ્રેલરની રાહ જોઈ બેઠા હતા તે રાહનો અંત આવી ગયો છે. હવે ટ્રેલર રિલીઝ થતાં ચાહકોમાં 'ચંદ્રમુખી 2' ફિલ્મ જોવાની જિજ્ઞાસા ખુબ વધી ગઈ છે. જુઓ ટ્રેલરમાં કંગના રનૌત અને રાઘવ લોરેન્સની શાનદાર એક્ટિંગ.

ચંદ્રમુખી 2નું ટ્રેલર રિલીઝ: તારીખ 3 સપ્ટેમ્બરના રોજ, lycaproductions દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં ટ્રેલરની સામાન્ય ઝલક શેર કરી હતી. આ પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ''ચંદ્રમુખી 2ના ટ્રેલરની એક ઝલક પ્રસ્તુત કરીએ છીએ. આજે સાંજે 4 કલાકે ટ્રેલરનું લોન્ચિંગ.'' વચન મૂજબ, ફિલ્મ નિર્માતાઓએ 'ચંદ્રમુખી 2'ના ટ્રેલરનું લોન્ચિંગ કરી દીધું છે. જુઓ ટ્રેલરમાં કંગના રનૌતનો નવો અવતાર.

કંગના રનૌતનો ફર્સ્ટ લુક: 'ચંદ્રમુખી 2' એ વર્ષ 2005માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચંદ્રમુખી'ની સિક્વલ છે. તારીખ 5 ઓગસ્ટના રોજ 'ચંદ્રમુખી 2' ફિલ્મમાંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. આ ફિલ્મ સાથે બોલિવુડ અભિનેત્રી સાઉથ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. અભિનેતા રાઘવ લોરેન્સ પણ મહત્ત્વનિ ભૂમિકામાં જોવા મળશે. 'ચંદ્રમુખી 2' એ તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થવા જઈ રહી છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ પર એક નજર: 'ચંદ્રમુખી 2' એ કોમેડી અને હોરોર ફિલ્મ છે અને પી.વાસુ નિર્દેશિત છે. કંગના રનૌત સ્ટારર 'ચંદ્રમુખી 2' એ તમિલ ભાષાની લાઈકા પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ફિલ્મ છે. આ ફિલ્મમાં રાઘવ લોરેન્સ, કંગના રનૌત, રાધિકા સારથકુમાર, લક્ષ્મી મેનોન, શ્રુસ્તી ડંગે, મિથુન શ્યામ, મહિમા નામ્બિયર, રાઓ રમેશ અને વિગ્નેશ સામેલ છે. આ ફિલ્મ તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

  1. Gadar 2 Success Party: 'ગદર 2'ની સક્સેસ પાર્ટીમાં ધર્મેન્દ્ર, સિદ્ધાર્થ-કિયારા સહિત આ કલાકારોએ હાજરી આપી
  2. Jawan Advance Booking: શાહરુખ ખાન ઈતિહાસ રચવા માટે તૈયાર, 'જવાન' ફિલ્મના એડવાન્સ બુકિંગ પર એક નજર
  3. Shakti Kapoor Birthday: શ્રદ્ધાએ પિતા શક્તિ કપૂરનો અનોખા અંદાજમાં જન્મદિવસ ઉજવ્યો, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details