હૈદરાબાદઃપ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા (Assassination of Punjabi singer Sidhu Musewala) બાદ દેશમાં વાતાવરણ ગરમાયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને રાજકારણ સુધી આ નિર્દય હત્યા પર બયાનબાજી થઈ રહી છે. સિદ્ધુ મુસેવાલાના નિધન પર ઘણા બોલિવૂડ સ્ટાર્સે શોક વ્યક્ત કર્યો છે અને બીજી તરફ પંજાબ સરકારની કાયદો અને વ્યવસ્થા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. અહીં બોલિવૂડની જાણીતી અભિનેત્રી કંગના રનૌતે સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે પંજાબ સરકાર (Kangana Ranaut slams AAP govt) પર સીધુ નિશાન સાધ્યું છે.
સિદ્ધુ મુસેવાલાની હત્યા પર AAP સરકાર પર ગુસ્સે થઈ કંગના રનૌત, કહ્યું,આ પંજાબની... આ પણ વાંચો:પંજાબી સિંગરની હત્યા પાછળ આ ગેંગ છે જવાબદાર, જાણો સંપૂર્ણ કહાણી...
સિદ્ધુ મુસેવાલાની હત્યા : કંગના રનૌતે સોશિયલ મીડિયા પોસ્ટ પર સિદ્ધુ મુસેવાલાની હત્યા પર લખ્યું છે કે, 'પંજાબનો જાણીતો ચહેરો સિદ્ધુ મુસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી, આ ખૂબ જ દુઃખદ ઘટના છે'.
કંગનાએ પોતાની પોસ્ટમાં પંજાબની AAP સરકાર પર નિશાન સાધ્યુ : આ પછી કંગનાએ પોતાની પોસ્ટમાં પંજાબની AAP સરકાર પર નિશાન સાધતા લખ્યું છે કે, 'આ ઘટના સ્પષ્ટપણે પંજાબની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર્શાવે છે'. તમને જણાવી દઈએ કે, ગત રવિવારે કેટલાક અજાણ્યા બદમાશોએ સિદ્ધુ મુસેવાલાને ગોળી મારીને તેમની હત્યા કરી દીધી હતી.
સિદ્ધુ મુસેવાલા વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ન હતી: અહીં, આ ઘટનાના ત્રણ કલાક પછી, ફેસબુક પર બદમાશ ગોલ્ડી બ્રારની પોસ્ટ આવે છે, જેમાં તેણે આ હત્યાની જવાબદારી લીધી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સિદ્ધુ મુસેવાલાનો તેના એક ભાઈની હત્યામાં હાથ હતો, પરંતુ તેની પહોંચ વધુ હોવાના કારણે સિદ્ધુ મુસેવાલા વિરુદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તેના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાની હત્યાથી બોલિવૂડમાં શોકનું મોજું, જુઓ આ બધા જાણીતા એક્ટરોએ શોક વ્યક્ત કર્યો
સમગ્ર પંજાબી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર: તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલાની હત્યાથી સમગ્ર પંજાબી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. રણવીર સિંહ, વિકી કૌશલ અને કંગના રનૌત સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તે જ સમયે, પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.