ચંડીગઢ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં પોતાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસને (Kangna Ranaut defamation case) રદ કરવા માટે અરજી કરી છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં અભિનેત્રી વિરુદ્ધ ભઠિંડામાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. (Kangna Ranaut reached Bhatinda court) હાઈકોર્ટમાં કંગનાની અરજી પર ચર્ચા બાદ સુનાવણી સોમવાર, 11 જુલાઈ સુધી ટાળી દેવામાં આવી છે.
આ પણ વાંચો:સાઉથનો આ એક્ટર કાર્ડિયાક એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ, જાણો શુ છે સ્થિતી
ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌતે: જણાવી દઈએ કે ખેડૂતોના આંદોલન દરમિયાન કંગના રનૌતે ભઠિંડાની મોહિન્દર કૌરનો ફોટો પોસ્ટ કરતા કહ્યું હતું કે તેને 100 રૂપિયાના રોજના વેતન પર આંદોલનમાં લાવવામાં આવી હતી. કંગનાએ મહિન્દર કૌરને શાહીનબાગ ધરણા પ્રદર્શનની બિલ્કિસ બાનો તરીકે વર્ણવી હતી. આ પોસ્ટ કર્યા બાદ મોહિન્દર કૌરે કંગના વિરુદ્ધ ભઠિંડામાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કંગનાએ હવે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી છે, જેના પર હાઈકોર્ટે કોઈપણ આદેશ જારી કર્યા વિના સુનાવણી સોમવાર સુધી ટાળી દીધી છે.