ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

kangana Ranaut First Look: 'ચંદ્રમુખી 2'માંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મ ડિસેમ્બરમાં થશે રિલીઝ - કંગના રનૌત ચંદ્રમુખી 2

'ચંદ્રમુખી' ફિલ્મની સિક્વલ 'ચંદ્રમુખી 2'માંથી કંંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે. રાઘવ લોરેન્સ અને કંગના રનૌત અભિનીત ફિલ્મ છે. આ ફિલ્મમાં રજનીકાંત પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. કંગના રનૌત સાઉથ ફિલ્મમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પી. વાસુ દ્વારા નિર્દેશિત ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

'ચંદ્રમુખી 2'માંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મ ડિસેમ્બરમાં થશે રિલીઝ
'ચંદ્રમુખી 2'માંથી કંગના રનૌતનો ફર્સ્ટ લુક આવ્યો સામે, ફિલ્મ ડિસેમ્બરમાં થશે રિલીઝ

By

Published : Aug 5, 2023, 12:39 PM IST

હૈદરાબાદ: બોલિવુડની ફેમસ અભિનેત્રી કંગના રનૌત ફિલ્મ 'ચંદ્રમુખી 2' સાથે સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરી રહી છે. કંગના રનૌત સાઉથ અભિનેતા રાઘવ લોરેન્સની ફિલ્મ 'ચંદ્રમુખી 2'ને લઈ ખુબ જ ચર્ચામાં છે. કંગનાના ચાહકો સાઉથ ફિલ્મમાં તેમના ડેબ્યુની રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી ચાહકોમાં ફિલ્મ પ્રત્યે ઉત્તેજના ખુબ જ વધી ગઈ હતી. હાલમાં જ ફિલ્મમાંથી રાઘવ લોરેન્સની પ્રથમ ઝલક બહાર આવી છે. તારીખ 5 ઓગસ્ટે કંગના રનૌતનો 'ચંદ્રમુખી 2' ફિલ્મમાંથી ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

ફર્સ્ટ લુક આઉટ: ચાહકો કંગના રનૌતના ફર્સ્ટ લુકની રાહ જોઈને બેઠા હતા તે રાહ હવે પુરી થઈ છે. કારણ કે, ફિલ્મ નિર્માતાઓએ કંગના રનૌતનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી દીધુ છે. 'ચંદ્રમુખી 2'ના પી.વાસુ નિર્દેશક છે. આ ફિલ્મમાં રાઘવ લોરેન્સ અને કંગના રનૌત ઉપરાંત રજનીકાંત પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. 'ચંદ્રમુખી 2' એ તમિલ ભાષામાં બનેલી હોરર અને કોમેડી ફિલ્મ છે.

ફિલ્મમાં કંગનાની ઝલક: કંગનાના ફર્સ્ટ ઝલક પહેલા જ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં કંગનાની થોડી ઝલક જોવા મળે છે. આ વીડિયોમાં કંગનાની આંખો જોવા મળે છે. કંગના ફિલ્મમાં ચંદ્રમુખીની ભૂમિકામાં છે, જે એક નૃત્યકાર છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં સાભળવા મળતું સોન્ગ પણ શાનદાર છે. 'ચંદ્રમુખી' વર્ષ 2005માં રિલીઝ થઈ હતી. 'ચંદ્રમુખી' બ્લોકબસ્ટલર સાબિત થયેલી ફિલ્મ છે.

ફિલ્મમાં કાલકારોની ભૂમિકા: 'ચંદ્રમુખી 2' એ 'ચંદ્રમુખી'ની સિક્વલ ફિલ્મ છે. 'ચંદ્રમુખી'માં રજનીકાંતે ડૉ. સરવનન અને વેટૈયન રાજાની ભૂમિકા નિભાવી હતી. જ્યારે ચંદ્રમુખીની ભૂમિકા અભિનેત્રી જ્યોતિકાએ નિભાવી હતી. આ 'ચંદ્રમુખી 2'માં રાઘવે વેટૈયન રાજા રજનીકાંતની જગ્યા લીધી છે. ફિલ્મ 'ચંદ્રમુખી 2' ડિસેમ્બર મહિનામાં ગણેશ ચતુર્થી પર રિલીઝ થશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડમાં ભાષામાં રિલીઝ થશે.

  1. Hu Chu Mr Shankars First Look Out : કોમલ ઠક્કર સ્ટારર ગુજરાતી ફિલ્મ 'હું છું મિ. શંકર' નો ફર્સ્ટ લુક સામે આવ્યો
  2. Kajol Devgan Birthday: 1990ના દાયકાની સફળ અભનેત્રી કાજોલનો આજે જન્મદિવસ છે, આ પ્રસંગે જાણો તેમના કેરિયર વિશે
  3. Box Office Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ એક સપ્તાહ પુરો કર્યો, જાણો 8માં દિવસની કમાણી

ABOUT THE AUTHOR

...view details