મુંબઈ: હમાચલ પ્રેદેશના મનાલી જિલ્લાની રહેવાસી અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને હિમાચલનો પ્રવા ન કરવા માટેની સલાહ આપી છે. પોતાના ફોલોઅર્સને વધુ પડતા વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યની યાત્રા નહિં કરવીની વિનંતી કરી છે, જેના કરણે કોઈ મુશ્કેલીમાં ન મુકાઈ અને કોઈના માલસમાનનો નુક્શના પણ ન થાય.
કંગના રનૌતની અપીલ: કંગના રનૌતે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેટલાક સીન સાથે પોસ્ટ કરી છે અને સાથે લખ્યું છે કે, ''મહત્ત્વપુર્ણ જાણકારી હિમાચલ પ્રદેશની યાત્રા ન કરેં. વારંવાર આવતા વરસાદી વાતાવરણને કારણે અહિં હાઈએલર્ટ છે. આવતા દિવસોમાં કેટલાય ભૂસ્ખલન થશે અને નદિઓમાં રેલ આવશે, પછી ભલે વસરાદ બંધ થાય જાય. વિનંતી છે કે, આ વરસાદી વાતાવરણમાં હિમાચલના પ્રવાસ કરવાથી બચો.''
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
કંગના રનૌતની પોસ્ટ: કંગનાએ લખ્યું છે કે, હિમાચલ પ્રદેશની સ્થિતિ સારી નથી. અહિં કંઈ પણ અસામાન્ય નથી. વરસાદના વાતાવરણમાં આવી જ પરિસ્થિતી હોય છે. આખરે આ વિશાળ હિમાલય છે, આ કોઈ મજાક નથી. પરંતુ તમે જ્યાં છો ત્યાં જ રહો. વિનંતી છે કે, સાહસિક બનો. આ હિંમત બતાવવાનો સમય નથી. બ્યાસ પોતાના રૌદ્ર રુપમાં છે. કોઈ પણ કમજોર દિલવાળા આની આસપાસ નહિં રહી શકે. તેમના ગર્જનાથી જ તમને દિલની બીમારી થઈ શકે છે. વરસાદમાં હિમાચલ ન જાઓ.
હિમાચલ પ્રદેશમાં વરસાદ:નદીના વધતા પ્રવાહના કારણે પર્વતીય વિસ્તારના જિલ્લાઓમાં ભૂસ્ખલન અને અચાનક રેલ આવી રહી છે. જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. હિમાચલ પ્રદેશમાં કેટલાય જિલ્લામાં ભારે વરસાદ અને ખરાબ વાતાવારણના કારણે રવિવારે શિમલા અને કલકત્તા માર્ગ પર ટ્રેનની સેવા પણ મોકુફ રાખવામાં આવી છે.
- BB OTT 2: સલમાન ખાનની સિગરેટ સાથે તસવીર વાયરલ, એક સ્પર્ધક શો છોડવા માંગે છે
- Shilpa Shetty: શિલ્પા શેટ્ટી જિમમાં વર્કઆઉ કરી રહી છે, વીડિયો વાયરલ
- Banaskantha News : ગાયક કીર્તિદાન ગઢવીએ પરિવાર સાથે અંબાજી મંદીરે ધ્વજા ચડાવી, જુઓ વીડિયો