ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Kangana Ranaut: કંગના રનૌતે સંદીપ સિંહ સાથે મેગ્નમ ઓપસ ફિલ્મ માટે હાથ મિલાવ્યા, ટૂંક સયમમાં થશે જાહેરાત - કંગના રનૌત અને સંદીપ સિંહ

કંગના રનૌતે પેન ઈન્ડિયા ફિલ્મ માટે એક મોટા નિર્માતા સાથે હાથ મિલાવ્યા છે. કંગનાએ કહ્યું છે કે, તે આ અંગે ટૂંક સમયમાં મોટી જાહેરાત કરવા જઈ રહી છે. હાલ કંગના ઈમરજન્સી ફિલ્મને લઈને ખુબજ ચર્ચામાં છે. ત્યારે હવે બીજી આગામી ફિલ્મ માટેની તૈયારીમાં છે, જેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.

કંગના રનૌતે અને સંદીપ સિંહ સાથે આગામી પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા, ટૂંક સમયમાં કરેશ જાહેરાત
કંગના રનૌતે અને સંદીપ સિંહ સાથે આગામી પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા, ટૂંક સમયમાં કરેશ જાહેરાત

By

Published : Jun 28, 2023, 3:44 PM IST

મુંબઈઃબોલિવુડની ક્વીન કંગના રનૌતે તાજેતરમાં જ તેની પોલિટિકલ ડ્રામા ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ જાહેર કરીને ચાહકોને ખુશ કર્યા છે. કંગના આ ફિલ્મમાં દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવવા જઈ રહી છે. ફિલ્મ ઇમર્જન્સની રિલીઝ ડેટની સાથે અભિનેત્રીએ એક શાનદાર ટીઝર પણ રિલીઝ કર્યું હતું.

ફિલ્મની રિલીઝ ડેટ: આ ટીઝરમાં કંગના અને અનુપમ ખેરની શાનદાર ભૂમિકામાં જોવા મળ્યા હતા. કંગનાએ ભારતમાં ઈમરજન્સીના 48 વર્ષ પૂરા થવા પર તારીખ 24 જૂને ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ જાહેર કરી હતી. હવે કંગનાએ તેના ચાહકોને વધુ એક ખુશખબર આપી છે. અભિનેત્રીએ મેગ્નમ ઓપસ ફિલ્મ માટે ફિલ્મ નિર્માતા સંદીપ સાથે હાથ મિલાવ્યા છે.

કંગનાની આગામી ફિલ્મ: કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સારા સમાચાર લખ્યા છે. સંદીપ અને હું તેર વર્ષથી વધુ સમયથી મિત્રો છીએ અને ઘણા સમયથી એક ફિલ્મ કરવા ઇચ્છતા હતા. કારણ કે, હવે અમને યોગ્ય વિષય અને રોલ મળી ગયો છે. અમે ટૂંક સમયમાં આ ફિલ્મ કરીશું. કરવા માટે તૈયાર છે, તે મારી કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ હશે અને એક અદ્ભુત રોલ હશે. વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

આગામી પ્રોજેક્ટ: સંદીપ સિંહ વિશે વાત કરીએ તો, તે હાલમાં 'સ્વતંત્ર વીર સાવરકર', 'મેં હૂં અટલ', 'બાલ શિવાજી', 'સહરાશ્રી, સફેદ અને ટીપુ જેવી મોટી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે. હવે કંગના સાથે જે ફિલ્મ બનવા જઈ રહી છે તે આવતા વર્ષે ફ્લોર પર જશે અને ફિલ્મની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. હવે કંગના રનૌત ઈમરજન્સી પછી મોટી ફિલ્મ લઈને આવવાની તૈયારીમાં છે.

  1. Ghajini Fame Asin: 'ગજની' ફેમ એક્ટ્રેસ આસીને તલાક બાબતે મૌન તોડ્યું, ઈન્સ્ટોરી પર સ્પષ્ટતા કરી
  2. Hitu Kanodia: વશ ફિલ્મના હિરોની આવી તસવીર તમે ક્યારેય નહીં જોઈ હોય
  3. Jasmin Bhasin Birthday: જસ્મીન ભસીનનો જન્મદિસવ, જુઓ અભિનેત્રી આ ખાસ તસવીર

ABOUT THE AUTHOR

...view details