ચેન્નાઈઃ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કમલ હાસન (Kamal Haasan) વિશે મહત્વની માહિતી સામે આવી છે. કમલ હાસનની બગડતી તબિયતને કારણે તેમને તારીખ 24 નવેમ્બરની સવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલ શ્રી રામચંદ્ર મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાને રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવીનતમ અપડેટ મુજબ 68 વર્ષીય અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી (Kamal Haasan health update) છે અને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ડૉક્ટરે અભિનેતાને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. કમલને ગઈકાલે રાત્રે બેચેનીની ફરિયાદને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને હળવો તાવ પણ હતો.
કમલ હસનને હોસ્પિટલમાંથી મળી રજા, રૂટીન ચેકઅપ માટે થયા હતા દાખલ - કમલ હાસન હેલ્થ અપડેટ
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કમલ હાસન (Kamal Haasan) વિશે મહત્વની માહિતી સામે આવી છે. કમલ હસનની તબિયત બગડવાના કારણે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં (Kamal Haasan health update) દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.
અભિનેતાનો વર્કફ્રન્ટ:વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કમલ હાસન હાલમાં દક્ષિણના દિગ્ગજદિગ્દર્શક એસ શંકરની ફિલ્મ 'ઇન્ડિયન 2'ની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય તે હિટ રિયાલિટી શો 'બિગ બોસ તમિલ'માં પણ વ્યસ્ત છે. આ સાથે અભિનેતા રાજકારણમાં પણ સક્રિય છે. નોંધપાત્ર રીતે અભિનેતા તાજેતરમાં હૈદરાબાદમાં તેના માર્ગદર્શક અને પ્રખ્યાત નિર્દેશક કે. વિશ્વનાથના ઘરે ગયા હતા. બંનેની મુલાકાતની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. જેને કમલે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
ફિલ્મ 'વિક્રમ': આ ઉપરાંત કમલ હાસને તાજેતરમાં એક પ્રોજેક્ટ (KH 234) માટે દક્ષિણના અન્ય એક પીઢ નિર્દેશક મણિરત્નમ સાથે પુનઃમિલનની જાહેરાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ વર્ષ 2024માં સ્ક્રીન પર આવશે. કમલ હાસન છેલ્લે લોકેશ કનાગરાજની ફિલ્મ 'વિક્રમ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મમાં કમલ હસન ખૂબ જ મજબૂત ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ એક્ટર ફહાદ ફૈસીલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.