હૈદરાબાદ:શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એશિયા કપ 2023ની સુપર 4 મેચમાં ભારતે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવીને જીત મેળવી હતી. આ જીત મળતા જ દેશવાસીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. પહેલા દાવ રમતા ભારતે પાકિસ્તાનને 50 ઓવરમાં 357 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ ભારતીય બોલરોની સામે 32 ઓવરમાં માત્ર 128 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન પરની આ મોટી જીતની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન સામે ભારતની મોટી જીતથી બોલિવુડમાં ખશીનો માહોલ છે.
Asia Cup 2023: અજય દેવગણે ટીમ ઈન્ડિયાની જીત પર ખુશી વ્યક્ત કરી, વાંચો શું કહ્યું - અજય દેવગણ
એશિયા કપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાની મોટી જીતથી બોલિવુડ અભિનેતા અજય દેવગણ ખૂબ જ ખુશ છે અને તેમણે ભારતીય ખેલાડીઓને અભિનંદ પાઠવ્યા છે. અન્ય બોલિવુડ કલાકાર સનિલ શેટ્ટી, આથિયા શેટ્ટી અને અનુષ્કા શર્માએ પણ ખુશી વ્યક્ત કરી છે.

Published : Sep 12, 2023, 1:22 PM IST
બોલિવુડ કલાકારોએ ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા: અનુષ્કા શર્માએ તેમના સ્ટાર ખેલાડી પતિ વિરાટ કોહલીની શાનદાર સદી 80 બોલમાં 122 રનની ઉજવણી કરી અને સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. લાંબા સમય પછી બેટ સાથે પરત ફરેલા કેએલ રાહુલે પણ સદી ફટકારીને ટીકાકારોને ચૂપ કરી દીધા છે. અભિનેત્રી આથિયા શેટ્ટીએ પોસ્ટ કર્યું કે, ''ત્યાં જ અંધકાર સમાપ્ત.'' સુનીલ શેટ્ટીએ પણ તેમના જમાઈની ઈનિંગ્સના વખાણ કર્યા હતા. આ ઉપરાંત અહાન શેટ્ટી પણ કે એલ રાહુલથી પ્રભાવિત થયા હતા.
અજય દેવગણે અભિનંદન પાઠવ્યા: હવે બોલિવુડ સ્ટાર અને સિંઘમ અજય દેવગણે પણ પાકિસ્તાન સામે ભારતની જોરદાર જીતની ઉજવણી કરી છે. અજય દેવગણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને ટીમ ઈન્ડિયાને ભારતની જીત પર અભિનંદન આપ્યા છે અને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે, જેનાથી ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે.
- Jawan Day 6 Collection: શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'ની કમાણીમાં છઠ્ઠા દિવસે ઘટાડો થવાની શક્યતા
- Puja Joshi New Photos: 'હું અને તું'ની ફેમ પૂજા જોષીએ ગ્લેમરસ તસવીર શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી, જુઓ અભિનેત્રીની સુંદરતા
- Prachi Desai Birthday: પ્રાચી દેસાઈ ઉજવી રહી છે પોતાનો 35મોં જન્મદિવસ, જુઓ તેની અદભૂત તસવીરો