હૈદરાબાદ: ગોલ્ડન ગ્લોબ એવોર્ડ અને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ 2023 વિજેતા સાઉથની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ RRR ફેમ એક્ટર જુનિયર NTRના ઘરે મોટા સમાચાર આવ્યા છે. અભિનેતાના પિતરાઈ ભાઈ અને અભિનેતા નંદામુરી તારક રત્નને હાર્ટ એટેક આવ્યો હતો. તારકની તબિયત બગડતાની સાથે જ રેલીમાં હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. હાલમાં અભિનેતાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:Highest Paid South Actors : જાણો તમારા ફેવરિટ સાઉથ એક્ટર્સ કેટલી ફી લે છે
રાજકીય રેલીમાં હાર્ટ એટેક: નોંધનીય છે કે શુક્રવારે તારીખ જાન્યુઆરીએ આંધ્ર પ્રદેશમાં ચિત્તૂર જિલ્લના કુપ્પલમાં એક રાજકીય રેલીમાં હાજરી આપી હતી. આ રેલીમાં તેઓ અચાનક બેફાન થઈ ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશ લેરીનું નેતૃત્વ કરી રહ્યાં હતા. નોંધનિય છે કે, આ રેલીમાં જતા પહેલા નંદામુરી તારકે લક્ષ્મીપુરમ શ્રી વરદરાજા સ્વામી મંદીરમાં પૂજા અર્ચના કરી હતી. આ ઉપરાંત તેઓ એક મસ્જિદમાં પણ ગયા હતા. આ દરમિયાન ભીડમાંથી આવતાં તેઓ બોહોશ થઈ ગયા હતા.