ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

જુગ જુગ્ગ જીયોનું 'ધ પંજાબન ગીત' થયું રીલીઝ - ટી સિરીઝ

રાજ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જુગ જુગ જિયો'નું પહેલું ગીત 'ધ પંજાબન સોંગ' (The Punjaban Song) લોન્ચ કરવામાં આવ્યું છે. ગીતમાં ફિલ્મ કલાકારો પંજાબી બીટ ભાંગડા પર ડાન્સ કરતા જોવા મળે છે.

જુગ જુગ્ગ જીયોનું 'ધ પંજાબન ગીત' થયું રીલીઝ
જુગ જુગ્ગ જીયોનું 'ધ પંજાબન ગીત' થયું રીલીઝ

By

Published : May 29, 2022, 12:17 PM IST

મુંબઈઃ વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર અને નીતુ કપૂર સ્ટારર ફિલ્મ જુગ જુગ જિયોનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. અભિનેત્રી પ્રાજક્તા કોલી પંજાબી બીટના ગીત પર ઢોલના તાલે ભાંગડા પરફોર્મ કરતી જોવા મળે છે. આ ગીત પાકિસ્તાની ગીત 'નચ પંજાબન'નું (Nach Punjaban) નું રિમિક્સ છે, જેને ગિપ્પી ગ્રેવાલ, ઝહરા એસ ખાન, તનિષ્ક બાગચી અને રોમીએ ગાયું છે. નિષ્ક બાગચી અને અબરાર-ઉલ-હકે સંગીત આપવાની સાથે ગીતો પણ લખ્યા છે. પંજાબી બીટ ગીતમાં વરુણ ધવન, કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ કપૂર, મનીષ પોલ અને પ્રાજક્તા કોલી જોરદાર ભાંગડા કરતા જોવા મળે છે.

આ પણ વાંચો:'સૂરરાય પોટરુ'ની હિન્દી રિમેકમાંથી અક્ષય કુમારનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, જૂઓ ફોટોઝ

ગીતની નકલ કરવાનો લાગ્યો આરોપ :તાજેતરમાં જ 'જુગ જુગ જિયો'ના પ્રથમ ગીતના કોપીરાઈટને લઈને વિવાદ થયો હતો. અબ્રારે ફિલ્મ મેકર્સ પર પરવાનગી વિના આ ગીતની નકલ કરવાનો આરોપ લગાવ્યો હતો. રાજ મહેતા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જુગ જુગ જિયો'ની વાર્તા છૂટાછેડા પર આધારિત છે. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ 24 જૂને (Jug Jugg Jeeyo film release date) દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગીતમાં કિયારાએ પિંક ડ્રેસ પહેર્યો છે, વરુણે પીળો ડ્રેસ પહેર્યો છે, અનિલે ક્રીમ કલરની શેરવાની અને નીતુએ મરૂન હેવી ડ્રેસ પહેર્યો છે. ગીતમાં કલાકારો વચ્ચે બેસ્ટ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ગીત ભૂષણ કુમારની ટી-સિરીઝ (T-Series) પર રિલીઝ કરવામાં આવ્યું છે. 'જુગ જુગ જિયો'ના ફિલ્મ નિર્માતાઓએ પાકિસ્તાની ગાયક અબરાર-ઉલ-હકના આલ્બમ 'નચ પંજાબન'ને ક્રેડિટ આપી છે.

ABOUT THE AUTHOR

...view details