હૈદરાબાદ: સૈફ અલી ખાન અને જુનિયર NTR સ્ટારર ફિલ્મ 'દેવરા' આવી રહી છે. ત્યારે આ ફિલ્મમાંથી સૈફ અલી ખાનનો ફિર્સ્ટ લુક સામે આવ્યો છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન જુનિયર સામે વિલનની ભૂમિકામાં જોવા મળશે. આજે સૈફ અલી ખાનનો જન્મદિવસ છે, ત્યારે જુનિયરે તેમના ફર્સ્ટ લુક સાથે શુભકામના પાઠવી છે. ચાહકો આ ફિલ્મમાં જુનીયર NTR અને સૈફ અલી ખાનની ભૂમિકા જોવા માટે ઉત્સુક છે.
Saif Devara Look: 'RRR'ના આ અભિનેતાએ સૈફ અલી ખાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, ફિલ્મ 'દેવરા'માંથી ફર્સ્ટ લુક કર્યો શેર - સૈફ નેગેટિવ રોલ દેવરા
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન આજે ખુબ જ ચર્ચમાં છે. આજે તારીખ 16 ઓગસ્ટના રોજ તેઓ પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ત્યારે 'RRR' ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જુનિયર NTRએ 'દેવરા' ફિલ્મના વિલન અભિનેતા સૈફ અલી ખાનનો ફર્સ્ટ લુક શેર કરીને શુભેચ્છા પાઠવી છે. સૈફ અને જુનિયર NTRને આ ફિલ્મમાં એકબીજાની સામસામે જોવું રસપ્રદ રહેશે.
દેવરામાંથી સૈફ અલી ખાનનો ફર્સ્ટ લુક રિલીઝ: 'દેવરા' ફિલ્મમાંથી સૈફના ફર્સ્ટ લુક સામે આવતા જ ચાહકોમાં ફિલ્મ જોવાની રુચિ વધી ગઈ છે. કારણ કે, આ ફિલ્મમાં સૈફ અને NTR બંને એકબીજાની સામસામે જોવા મળવાના છે. સૈફના જન્મદિવસ પર ફર્સ્ટ લૂક શેર કરીને જુનિયર NTRએ લખ્યું છે કે, ''BHAIRA હૈપ્પી બર્થ ડે સૈફ સર. દેવરા.'' ભૈરા તરીકે સૈફ અલી ખાન લાંબા કર્લ પહેરીને સખ્ત દેખાઈ રહ્યાં છે. દિગ્દર્શક કોરાતલા સિવા હાલમાં ફિલ્મ માટે હૈદરાબાદમાં જુનિયર NTR અને બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન સ્ટારર એક્શન સિક્વન્સનું શૂટિંગ કરી રહ્યા છે. અહેવાલ મુજબ, આ ફિલ્મમાં અદભૂત એક્શન દ્રશ્યો સેટ પર શૂટ કરવામાં આવી રહ્યા છે.
જાણો ફિલ્મના મુખ્ય કલાકારો: બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR'થી વિશ્વસ્તરીય પ્રશંસા મેળવનાર જુનિયર NTR પોતાની આગામી ફિલ્મમાં ફરી ધડાકો કરવા માટે તૈયાર છે. શિવ કોરાતલાની એક્શનથી ભરપૂર ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી જાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિભાશીળી બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળશે. 'દેવરા' ફિલ્મમાં શ્રીકાંત, પ્રકાશ રાજ ઉપરાંત અન્ય કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ યુવાસુધા આર્ટસ અને NTR આર્ટસ દ્વારા નિર્મિત છે. 'દેવરા' તારીખ 45 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.