મુંબઈઃવરુણ ધવન સ્ટારર ફિલ્મ 'ભેડિયા' અને શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ 'સ્ત્રી' સિક્વલ હશે. બુધવારે જિયો સ્ટુડિયોએ મુંબઈમાં એક કાર્યક્રમમાં તેની આગામી ફિલ્મ અને વેબ સિરીઝની જાહેરાત કરી હતી. સ્ટુડિયોએ એ પણ જાહેરાત કરી કે, તેઓ 'ભેડિયા' અને 'સ્ત્રી'ની સિક્વલ પર કામ કરશે. 'સ્ત્રી'માં શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠીની જોડીએ અદભૂત અભિનય કર્યો હતો. જેના કારણે, ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. આ ફિલ્મે ભારતમાં 100 કરોડથી વધુની કમાણી કરી હતી.
આ પણ વાંચો:Sanjay Dutt Injured: પાન ઈન્ડિયા ફિલ્મના શૂટિંગ દરમિયાન, અભિનેતા સંજય દત્ત થયા ઈજાગ્રસ્ત
સ્ત્રી ફિલ્મ રિલીઝ ડેટ: ફિલ્મ નિર્માતા દિનેશ વિજનની હોરર-કોમેડી યૂનિવર્સની શરૂઆત 'સ્ત્રી'થી થઈ હતી. ત્યારબાદ તેણે 'રૂહી' અને 'ભેડિયા' સાથે કામ ચાલુ રાખ્યું હતું. હોરર-કોમેડી યુનિવર્સની સૌથી સફળ ફિલ્મ 'સ્ત્રી'ની સિક્વલ બનવા માટે તૈયાર છે. આ ફિલ્મ 6 વર્ષ પછી તારીખ 31 ઓગસ્ટ 2024ના રોજ રિલીઝ થશે. ફિલ્મની મુખ્ય ફોટોગ્રાફી આ વર્ષના અંતમાં થશે. શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી અનુક્રમે સ્ત્રી, વિકી અને રુદ્રની તેમની ભૂમિકાઓ ફરીથી ભજવશે. ભેડિયાના ગીત 'ઠુમકેશ્વરી'માં પણ એક મહિલાનું પાત્ર જોવા મળ્યું હતું.
ભેડિયા ફિલ્મ રિલીઝ ડેટ: 'સ્ત્રી-2' પછી 'ભેડિયા-2' રિલીઝ થશે. બંને ફિલ્મની સ્ટોરી એકબીજા સાથે જોડાયેલી હશે અને તેનો અંત ધમાકેદાર થશે. વરુણ ધવન અને કૃતિ સેનન ભાસ્કર અને ડૉ. અંકિતાની ભૂમિકાઓ ફરીથી ભજવશે. આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે.