ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

New Album Song: જીગ્નેશ કવિરાજે નવું આલ્બમ સોન્ગ રિલીઝ કર્યું છે, ચાહકે કહ્યું- 'જોરદાર ગીત છે' - ગીત મે તને હાચવી એવુ કોણ તને હાચવશે રિલીઝ

જીગ્નેશ કવિરાજનું લેટેસ્ટ આલ્બમ સોન્ગ રિલીઝ થયું છે. આ વીડિયો સોન્ગ આગની જેમ વાયરલ થઈ રહ્યું છે. ચાહકો આ ગીતના જોરદાર વખાણ કરી રહ્યાં છે. જીગ્નેશ કવિરાજે સોશિયલ મીડિયા પર આલ્બમ સોન્ગનું પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. આલ્બમ સોન્ગની સ્ટોરી રસપ્રદ છે, જે જાણવા માટે અહિં જુઓ વીડિયો.

જીગ્નેશ કવિરાજે નવું આલ્બમ સોન્ગ રિલીઝ કર્યું છે, ચાહકે કહ્યું- 'જોરદાર ગીત છે'
જીગ્નેશ કવિરાજે નવું આલ્બમ સોન્ગ રિલીઝ કર્યું છે, ચાહકે કહ્યું- 'જોરદાર ગીત છે'

By

Published : Jul 25, 2023, 2:24 PM IST

અમદાવાદ: ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકાર જીન્ગેશ કવિરાજનું નવું ગીત તારીખ 25 જુલાઈના રોજ રિલીઝ થયું છે. 'મે તને હાચવી એવુ કોણ તને હાચવશે' ગીત સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. જીગ્નેશ કવિરાજનું આ ગીત ચાહકોના દિલમાં આગ લગાવી રહ્યું છે. ચાહકો ગીત સાંભળીને ઘેલા થઈ રહ્યાં છે. જીગ્નેશ કવિરાજે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને વીડિયો સોન્ગની લિંક શેર કરી છે. આ ગીત સાંભળીને ચાહકો કોમેન્ટ બોક્સમાં પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે.

આલ્બમ સોન્ગ સ્ટોરી: આ આલ્બમ સોન્ગમાં જીગ્નેશ કવિરાજ અને આર્જુ લિંબાચિયા જોવા મળે છે. શરુઆતમાં જિગ્નેશ કવિરાજ એક કેમેરો સાફ કરી રહ્યાં છે, ત્યારે તેમની સામે એક કાવ્યા નામની અભિનેત્રી તેમની પાસે આવે છે. બન્ને વચ્ચે વાતચિત થાય છે અને બન્ને એકબીજાને પ્રેમ કરતા હોય છે. પરંતુ કાવ્યા પોતાનું ભવિષ્યને ઉજ્વડ બનાવવા રાજ નામના પાત્ર સાથે શહેર જતી રહે છે. આ બાજુ જિગો જે રીતે કાવ્યાની સેવા કરતા હતા અને તેમની સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરે છે. આ પછી કાવ્યાના જીવનમાં મોટો વળાંક આવે છે. આગળ શું થયું તે જાણવા વીડિયો સોન્ગ જોવું પડશે.

ચાહકોની પ્રતિક્રિયા: જીગ્નેશ કવિરાજે પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, 'આઉટ નાવ ન્યૂ સોન્ગ'. આ પોસ્ટ સાથે તેમણે વીડિયો સોન્ગની લિંક પણ શેર કરી છે. તેમણે એક સુંદર પોસ્ટર પણ રિલીઝ કર્યું છે. કોમેન્ટ બોક્સમાં એક ચાહકે લખ્યું છે કે, 'અભિનંદન જીગા ભાઈ', અન્ય ચાહકે લખ્યું છે કે, 'વાહ રાજા વાહ', બીજાએ લખ્યું છે, 'સુપર સોન્ગ'.

આલ્બમ સોન્ગના પાત્ર: આલ્બમાં અભિનય કરતા પાત્રોમાં જીગ્નેશ કવિરાજ, આર્જુ લિંબાચિયા અને શહિદ શૈખ છે. ગીતના ડાયરેક્ટર શંકર ઠાકોર બોરીસનવાલા છે. સિંગર જિગ્નેશ કવિરા જ છે અને મ્યૂઝિક જીતુ પ્રજાપતિએ આપ્યું છે. હવે જીગ્નેશ કવિરાજનું આ આલ્બમ સોન્ગે ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે. આલ્બમ સોન્ગમાં જીગ્નેશ-આર્જુની શાનદાર જોડી દર્શકોને પસંદ આવી રહી છે.

  1. Oppenheimer Biopic: 'ઓપેનહેમર' ભારતીય બોક્સ ઓફિસ પર હિટ, ચોથા દિવસે આટલી કમાણી
  2. Malaika Arora: મલાઈકા અરોરા અમદાવાદની મહેમાન બની, એક ખાનગી કાર્યક્રમમાં ફિટનેશના રાજ ખોલ્યા
  3. Barbie Box Office: બાર્બીનો જાદુ બોક્સ ઓફિસ પર ઓસરી રહ્યો છે, કમાણીમાં થયો ઘટાડો

ABOUT THE AUTHOR

...view details