મુંબઈ:અભિનેતા સૂરજ પંચોલી જેઓ અભિનેતા જિયા ખાનની આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપનો સામનો કરી રહ્યા હતા. આજે સવારે તેમના નિવાસસ્થાનથી મુંબઈની CBI કોર્ટમાં જતા જોવા મળ્યા હતા. મુંબઈના ફ્લેટમાં જિયા ફાંસી પર લટકતી મળી આવ્યાના લગભગ 10 વર્ષ પછી, એક વિશેષ CBI કોર્ટ બહુચર્ચિત સનસનાટીભર્યા કેસમાં તેનો ચુકાદો આપવામાં આવ્યો છે. જાણો અહિં બોલિવૂડ અભિનેતા સૂરજ પંચોલીનું શું થયું ?
આ પણ વાંચો:Chrisann Pereira: ક્રિસન પરેરા ડ્રગ્સ પ્લાન્ટ કેસમાં જેલમાંથી થયા મુક્ત, પરિવારને ફોન પર આપી પ્રતિક્રિયા
જિયા ખાન કેસનો ચુકાદો: જિયા ખાનની તેમના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યાના લગભગ 10 વર્ષ પછી, અહીંની વિશેષ સીબીઆઈ અદાલતે શુક્રવારે બોલિવૂડ અભિનેત્રી જિયા ખાન આત્મહત્યા કેસમાં તેનો ચુકાદો સંભળાવ્યો છે. જિયા ખાને આત્મહત્યા કર્યાના એક દાયકા પછી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન કોર્ટે શુક્રવારે આ કેસમાં જિયા ખાનના આત્મહત્યાના કેસમાં કોર્ટે સૂરજ પંચોલીને નિર્દોષ જાહેર કર્યા છે.
જિયા ખાન આત્મહત્યા કેસ: મુંબઈની CBI કોર્ટ આજે તારીખ 3 જૂન 2013ના રોજ તેના ઉપનગરીય ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. જિયાએ તેના જીવનનો અંત લાવ્યાના એક અઠવાડિયા પછી, સૂરજ પર IPC કલમ 306 હેઠળ કથિત રીતે જીયાની આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ જીયાની માતા રાબિયા ખાન દ્વારા વારંવારની અરજીઓ અને તારીખ 3 જુલાઈ, 2014ના રોજ બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો બાદ કેસ CBIને સોંપવામાં આવ્યો હતો.
સૂરજ પંચોલી પર આરોપ: 25 વર્ષીય અમેરિકન નાગરિક જિયા 3 જૂન 2013ની મધ્યરાત્રિએ પોશ જુહુ વિસ્તારમાં સાગર સંગીત બિલ્ડિંગમાં તેના ફ્લેટમાં લટકતી હાલતમાં મળી આવી હતી. પીઢ અભિનેતા-દંપતી આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના પુત્ર સૂરજ સાથે જિયાના સંબંધમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેણીએ દેખીતી રીતે એક નોંધ છોડી દીધી, જેમાં શંકાની સોય સૂરજ તરફ હતી. જે તે સમયે બોલિવૂડમાં પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
આ પણ વાંચો:Jiah Khan Suicide Case: જિયા ખાન આત્મહત્યા કેસમાં સ્પેશિયલ CBI કોર્ટ આપશે અંતિમ ચુકાદો, હવે સૂરજનું શું થશે ?
જિયા ખાનની નોંધ: તેણીની નોંધમાં જિયાએ તેણીની અગ્નિપરીક્ષા, ઘનિષ્ઠ સંબંધ, શારીરિક શોષણ, માનસિક અને શારીરિક ત્રાસ વર્ણવ્યો હતો. જે તેણીએ કથિત રીતે સૂરજના હાથે સહન કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે જીયાની માતા રાબિયા સહિત 22 સાક્ષીઓની તપાસ કરી હતી. જ્યારે સૂરજ તરફથી એડવોકેટ પ્રશાંત પાટીલ હાજર થયા હતા.