ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jawan Movie Success Meet: 'જવાન' ફિલ્મના નિર્માતાઓ દ્વારા મુંબઈમાં સક્સેસ મિટ માટે તૈયારી શરુ - શાહરુખ ખાન લેટેસ્ટ ન્યૂઝ

શાહરુખ ખાન અને ટીમ 'જવાન'ના ચાહકો માટે આનંદદાયક ટ્રીટ આપવા માટે તૈયાર છે. ફિલ્મની જંગી સફળતા બાદ હવે ફિલ્મના નિર્માતાઓ આજે સાંજે મુંબઈમાં એક સક્સેસ મિટ માટે તૈયારી કરી રહ્યા છે.

શાહરુખ ખાન અને ટીમ ચાહકો માટે આનંદદાયક ટ્રીટ આપવા માટે તૈયાર છે
શાહરુખ ખાન અને ટીમ ચાહકો માટે આનંદદાયક ટ્રીટ આપવા માટે તૈયાર છે

By ETV Bharat Gujarati Team

Published : Sep 15, 2023, 2:59 PM IST

હૈદરાબાદ:સુપરસ્ટાર શાહરુખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ સ્ટારર ફિલ્મ 'જવાને' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. એક્શનથી ભરપૂર ફિલ્મ 'જવાન' બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતાઓએ મુંબઈમાં એક સક્સેસ પાર્ટી મિટનું આયોજન કર્યું છે. 'જવાન' સક્સેસ મિટને ફિલ્મની ટીમ અને પ્રશંસકો બંને માટે એક યાદગાર કાર્યક્રમ માનવામાં આવે છે.

શાહરૂખ ખાન જવાન સક્સેસ મિટ: 'જવાન' ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મે વિશ્વભરમાં 660.03 કરોડ રુપિયાની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે. 'જવાન'ની શાનદાર કમાણી બાદ એક ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 'જવાન'ના નિર્માતાઓ સફળતાને યાદગાર બનાવવા માટે કોઈ તક છોડી રહ્યા નથી.

જવાન સક્સેસ મિટમાં અનિરુદ્ધનું પ્રદર્શન:યશરાજ ફિલ્મ્સના સ્ટુડિયોમાં 'જવાન' સક્સેસ મિટ યોજાશે. આ સક્સેસ મિટ બે કલાક લાંબી હોવાનું અનુમાન છે અને સાંજે મુંબઈમાં યોજાશે. ફિલ્મના સાઉન્ડટ્રેક અને બેકગ્રાઉન્ડ સ્કોરના સંગીતકારક અનિરુદ્ધ રવિચંદર, સક્સેસ મિટ દરમિયાન લાઈવ પરફોર્મન્સ આપવા માટે તૈયાર છે. અનિરુદ્ધે તાજેતરમાં જ 'ચલૈયા' ગીત વગાડતો પોતાનો એક વીડિયો શેર કર્યો હતો.

ઈવેન્ટમાં ઉપસ્થિત મહેમાનો: ઈવેન્ટમાં કલાકારો સ્ટેજ પર આવીને લોકપ્રિય 'જવાન'ના ગીત 'ઝિંદા બંદા' પર પરફોર્મ કરે તેવી પણ અપેક્ષા રાખવામાં આવી છે, જે ચાહકોમાં ફિલ્મ પ્રત્યેનો તેમનો ઉત્સાહ અને પ્રેમ ઉજવણીના વાતાવરણમાં ઉમેરો કરશે. આ ઈવેન્ટમાં શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, સુનીલ ગ્રોવર, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ સહિતના કલાકારો સાથે હાજરી દર્શાવશે. આ ઉપરાંત ફિલ્મની સફળતામાં ફાળો આપનાર અગ્રણી કલાકારો ઉપસ્થિત રહેશે.

જવાન ફિલ્મ વિશે: પરંતુ આ મિટ અંગેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આવી અટકળો વચ્ચે શાહરુખ ખાન 'જવાન'ના કેટલાક હિટ ગીતો પર ડાન્સ પરફોર્મન્સ સાથે સ્ટેજને આગ લગાવી શકે છે. એટલી દ્વારા દિગ્દર્શિત અને ગૌરી ખાન દ્વારા નિર્મિત 'જવાન' એ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત છે, જેણે દર્શકોને આકર્ષિત કર્યા છે. 'જવાન' ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સંજય દત્ત વિશેષ ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વભરમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી અને બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.

  1. Jawan Box Office Collection Day 9: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' 9માં દિવસે 400 કરોડનો આકડો પાર કરશે
  2. Alia Bhatt Vacation: અફઘાન ક્રિકેટર રાશિદ ખાન ન્યૂયોર્કમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને મળ્યા, તસવીર કરી શેર
  3. Happy Engineers Day: 'એન્જીનિયર ડે' પર અક્ષય કુમારે એન્જીનિયર જસવંત સિંહ ગિલને યાદ કર્યા

ABOUT THE AUTHOR

...view details