હૈદરાબાદ: શાહરુખ ખાન અને નયનતારા અભિનીત અને એટલી કુમાર દિગ્દર્શિત ફિલ્મ 'જવાને' ચોથા દિવસે સ્થાનિક બોક્સ ઓફિસ પર અવિશ્વસનીય કમાણી કરી છે. ઈન્ડિસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મ પાંચમાં દિવસે 300 કરોડનો આકડો પાર કરે તેવી શક્યતા છે. આ સાથે શાહરુખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ 'જવાન' હવે બોક્સ ઓફિસ પર વર્ષ 2023માં 300 કરોડનો આકડો પાર કરનારી ત્રીજી ફિલ્મ બનવા જઈ રહી છે.
સૌથી મોટી ઓપનિંગ હિન્દી ફિલ્મ: સેકનિલ્કના જણાવવામાં આવેલા પ્રારંભિક અંદાજ મુબજ, 4 દિવસે 80.5 રરોડ રુપિયાનું નેટ એકત્ર કર્યા પછી, 'જવાન' 5માં દિવસે માત્ર 30 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે. એક્શન થ્રિલર ફિલ્મ 'જવાને' બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર 75 કરોડ રુપિયાની કમાણી સાથે શરુઆત કરી હતી, જે અત્યાર સુધીની હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ ઓપનિંગ છે.
300 કરોડનો આકડો પાર કરનારી ત્રીજી હિન્દી ફિલ્મ: કિંગ ખાનની ફિલ્મે બીજા દિવસે 53.23 કરોડ, ત્રીજા દિવસે 77.83 કરોડ અને ચોથા દિવસે 80.5 કરોડ રુપિયાની કમાણી કરી છે. શરુઆતના અંદાજ મુજબ, 5માં દિવસે 30 કરોડ રુપિયાની કમાણી કર્યા બાદ, હવે ભારતીય બોક્સ ઓફિસ પર પાંચમાં દિવસે કુલ 316.56 કરોડ રુપિયાની કમાણી કરી રહી છે. આ સાથે 'જવાન' 'પઠાણ' અને 'ગદર 2' પછી 2023માં 300 કરોડનો આકડો પાર કરનારી ત્રીજી હિન્દી ફિલ્મ બની ગઈ છે.
એટલી અને શાહરુખ ખાનનો પ્રથમ સહયોગ: શાહરુખ ખાન અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા નિર્મિત 'જવાન' ફિલ્મમાં શાહરુખ ખાન અને એટલીનો પ્રથમ સહયોગ છે. અભિનેતા અને દિગ્દર્શનની ફિલ્મ પહેલેથી જ બ્લોકબસ્ટર સાબિત થઈ ચૂકી છે. એટલી ઉપરાંત આ ફિલ્મમાં સાઉથના બે કલાકારો, જેમાં નયનતારા અને વિજય સેતુપતિ સામેલ છે. અન્ય કલાકારોમાં જોઈએ તો, દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા, પ્રિયામણી, સુનીલ ગ્રોવર અને યોગી બાબુ પણ સામેલ છે.
- Akshay Kumar birthday: અક્ષય કુમારના જન્મદિવસ પર જાણો તેમની સંઘર્ષમય સ્ટોરી, 'સૌગંધ'ની લઈને 'OMG 2' સુધી
- Akshay Kumar Welcome 3: ખિલાડીએ તેમના જન્મદિવસે ચાહકોને આપી મોટી ભેટ, 'વેલકમ 3'ની જાહેરાત
- Jawan Spacial Screening: દિગ્દર્શક એટલીએ દેશના રિયલ લાઈફ જવાનો માટે મુંબઈમાં 'જવાન'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ કર્યું