ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jawan Box Office Collection: કિંગ ખાનની 'જવાને' રચ્યો ઈતિહાસ, 'પઠાણ'-'ગદર 2'ને પાછળ છોડીને બની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ - જવાન કલેક્શન દિવસ 18

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાને' ઈતિહાસ રચ્યો છે. 'પઠાણ' અને 'ગદર 2'ને પાછળ છોડી ડોમેસ્ટિક કલેક્શનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

Eકિંગ ખાનની 'જવાને' રચ્યો ઈતિહાસ, 'પઠાણ'-'ગદર 2'ને પાછળ છોડીને બની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ
કિંગ ખાનની 'જવાને' રચ્યો ઈતિહાસ, 'પઠાણ'-'ગદર 2'ને પાછળ છોડીને બની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 11:34 AM IST

હૈદરાબાદ:શાહરુખ ખાનની એક્શન ફિલ્મ 'જવાને' બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આજે તારીખ 24 સપ્ટેમ્બરના રોજ 'જવાન' 18માં દિવસે પહોંચી ગઈ છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મે બોક્સ ઓફિસ પર 17માં દિવસે રેકોર્ડ બનાવ્યો છે. 'જવાન'નો જાદુ બોક્સ ઓફિસ પર હજુ પણ અકબંધ છે. શાહરુખ ખાન નયનતારા અભિનીત ફિલ્મને ચાહકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. 'જવાને' ફિલ્મનું સ્થાનિક અને વર્લ્ડવાઈડ કુલ કેટલું કલેક્શન કર્યું છે અને કઈ કઈ ફિલ્મના રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો છે તે આગળ જાણીશું.

ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાન' તારીખ 24 સપ્ટેમ્બરે ત્રીજા રવિવારે બોક્સ ઓફિસ પર મોટુ કલેક્શન કરવા જઈ રહી છે. પ્રારંભિક અંદાજ મૂજબ આજે રવિવારે આશરે 15 કરોડથી પણ વધુનું કલેકશન કરે તેવી શક્યતા છે. આ સાથે ફિલ્મનું સ્થાનિક સ્તરે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન લગભગ 562 કરોડ થી પણ વધુ થઈ શકે છે. ફિલ્મ 'પઠાણ'નું ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 543 અને 'ગદર 2'નું બોક્સ ઓફિસ કલેક્શન 522 કરોડ રુપિયા છે. 'જવાનું' વર્લ્ડવાઈડ કલેક્શન 953 કરોડ રુપિયા થઈ ગયું છે.

પઠાણ-ગદર 2ને પાછળ છોડી દીધી: શાહરુખ ખાને તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જવાન' સાથે પોતાની જ ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ તોડી દીધો છે. આ સાથે સની દેઓલ અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2'ને પણ પાછળ છોડી દીધી છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે કો સ્ટારમાં સાઉથની અભિનેત્રી નયનતારા છે. આ ઉપરાંત સાન્યા મલ્હોત્રા, રિદ્ધી ડોગરા, વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ઉપરાંત બોલિવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સંજય દત્ત પણ નાની ભૂમિકામાં જોવા મળે છે.

  1. Ragneeti Wedding : પરિણીતી રાઘવના લગ્નમાં પહોંચેલી ભાગ્યશ્રીએ અંદરની રોયલ તસવીરો શેર કરી
  2. Ragneeti Wedding: સંગીત નાઈટમાં નવરાજ હંસે જમાવી મહેફીલ, મહેમાનોએ પંજાબી ગીતો પર કર્યો ડાન્સ
  3. Parineeti Raghav Wedding Updates: રાઘવ પરિણીતી આ તારીખ અને સમયે લેશે લગ્નના ફેરા, જુઓ સમારોહની એક ઝલક

ABOUT THE AUTHOR

...view details