હૈદરાબાદ:બોલિવુડના બાદશાહ શાહરુખ ખાને વર્ષ 2023માં 'પઠાણ અને 'જવાન' ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે. 'જવાન' અને 'પઠાણ' બંન્ને ફિલ્મે બોક્સ ઓફિસ સારું પ્રદર્શન કર્યું છે. દુનિયાભરમાં 10 હજારથી પણ વધુ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવેલી ફિલ્મ 'જવાન'ની કમાણી સાતમા આસમાને પહોંચી ગઈ છે. આ ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવી હતી અને આજે તે 10માં દિવસે પહોંચી ગઈ છે.
જવાનની 10 દિવસની કમાણી:ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ફિલ્મ 'જવાન' સ્થાનિક બોક્સ ઓફિસ પર 9માં દિવસે 20 કરોડથી પણ વધુની કમાણી કરીને 400 કરોડના ક્લબમાં પ્રવેશી છે અને હવે વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર 700 કરોડના ક્લબમાં કુદી પડી છે. 10 દિવસે બીજા શનિવારે 32 કરોડ રુપિયાની કમાણી કરવા જઈ રહી છે. આ સાથે જ ફિલ્મ 450 કરોડ રુપિયાની નજીક પહોંચી જશે. ફિલ્મ 'જવાન' વિશ્વભરમાં જોરદાર કલેક્શન કરવા જઈ રહી છે. આ ફિલ્મ તેની 9માં દિવસની કમાણી સાથે 700 કરોડના ક્લબમાં જગ્યા બનાવવા જઈ રહી છે. ફિલ્મ બીજા શનિવારે 750 કરોડના આકડાને સ્પર્શ કરી શકે છે.
સ્થાનિક બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાન' ફિલ્મની દિવસ પ્રમાણે કમાણી પર એક નજર કરીએ તો, પ્રથમ દિવસે 75. કરોડ, બીજા દિવસે 53.23 કરોડ, ત્રીજા દિવસે 77.83 કરોડ, ચોથા દિવસે 80.1 કરોડ, પાંચમાં દિવસે 32.92 કરોડ, છઠ્ઠા દિવસે 26 કરોડ, સાતમાં દિવસે 23.2 કરોડની કમાણી કરી હતી. આ સાથે એક સપ્તાહ પુરો કર્યો હતો. બીજા સપ્તાહમાં આઠમાં દિવસે 21.6 કરોડ અને 9માં દિવસે 20.61 કરોડની કમાણી કરી હતી.
વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેક્શન: 'જવાન'ની વર્લ્ડવાઈડ કમાણી જોઈએ તો, પ્રથમ દિવસે 129.160 કરોડ, બીજા દિવસે 110.87 કરોડ, ત્રીજા દિવસે 144.22 કરોડ, ચોથા દિવસે 136.10 કરોડ, પાંચમાં દિવસે 54.10 કરોડ અને સાતમાં દિવસે 34 કરોડની કમાણી કરી હતી. એક સપ્તાહ પુરો કર્યા બાદ આઠમાં દિવસે 28 કરોડ, નવમાં દિવસે 35 કરોડ હતી અને 10માં દિવસે 40 થી 50 કરોડ કમાણી કરે તેવી સંભાવના છે.
- Tollywood Drug Case: 3 નાઈજિરિયન નાર્કોટિક્સ પેડલર, ફિલ્મ ડાયરેક્ટર સહિત 5 ડ્રગ યુઝરની હૈદરાબાદમાં ધરપકડ
- Jawan Success Meet: 'જવાન' સક્સેસ મિટમાં કિંગ ખાન સાથે તમામ સ્ટાર્સે કર્યો ધમાકેદાર ડાન્સ, ચાહકો થાય મંત્રમુગ્ધ
- Jawan Success Meet: દીપિકાએ કિંગ ખાનને કરી કિસ, પછી પતિ રણવીર સિંહની આવી કોમેન્ટ