હૈદરાબાદ: સુપરસ્ટાર શાહરુખ ખાને બોક્સ ઓફિસ પર 'પઠાણ' ફિલ્મ સાથે ધમાલ મચાવી હતી. હવે કિંગ ખાન પોતાની જ ફિલ્મ 'પઠાણ'નો રેકોર્ડ તોડવા માટે 'જવાન' સાથે પાછા ફર્યા છે. 'જવાન' ફિલ્મની કમાણી અંગેની આગહી ભારતમાં 65 કરોડથી વધુની કરવામાં આવી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસની આગાહીઓ કરતાં વધી ગઈ છે. શાહરુખ, નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મના પ્રારંભિક બોક્સ ઓફિસ કલેક્શન પર એક નજર કરીએ.
jawan box office day 1: ભારતમાં 75 કરોડ રુપિયા સાથે શાહરુખ ખાન સ્ટારર 'જવાન' સૌથી મોટી હિન્દી ઓપનિંગ કરશે
શાહરુખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી 'જવાન' શરુઆતના દિવસે 70 કરોડ રુપિયાનો આકડો પાર કરે તેવી શક્યતા છે. પ્રારંભિક અંદાજ સંકેત આપે છે કે, શાહરુખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન' અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી ઓપનર 'પઠાણ'ને પાછળ છોડી શકે છે.
Published : Sep 7, 2023, 12:19 PM IST
|Updated : Sep 7, 2023, 3:13 PM IST
જવાન બોક્સ ઓફિસ ઓપનિંગ ડે: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના પ્રારંભિક અંદાજ મુજબ, 'જવાન' ભારતમાં 75 કરોડનો આકડો પાર કરે તેવી શક્યતા છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાન' અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી ઓપનર તરીકે 'પઠાણ'નો રેકોર્ડ તોડી પાડશે. સેકનિલ્ક અનુસાર, 'પઠાણ' માટે ઓપનિંગ ડેનો આકડો 57 કરોડ રુપિયા હતો. ત્યારે હવે 'જવાન' સ્થાનિક સ્તરે 75 કરોડનો આકડો પાર કરી શકે છે અને વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 100 કરોડથી વધુની કમાણી કરી શકે છે.
14 લાખથી વધુની ટિકિટો વેચી: 'જવાન' ફિલ્મે એડવાન્સ બુકિંગ દરમિયાન અદભૂત પ્રદર્શન કર્યું હતું. 'જવાને' શરુઆતના દિવસે 14 લાખથી વધુની ટિકિટો વેચી હતી. જયપુર, મુંબઈ અને કોલકાતામાં ફિલ્મના વહેલી સવારના શો હોવાથી ફિલ્મને લઈને હોબાળો સ્પષ્ટ છે. 'જવાન' માટેનો પ્રતિસાદ સિંગર-સ્ક્રીન થિયેટરો તેમજ મલ્ટિપ્લેક્સ બંનેમાં સરખો છે. 'પઠાણ' સાથે શાહરુખ ખાને દર્શકોના દિલ જીતી લીધા હતા, હવે 'જવાન' સાથે ફરી એક વાર ટોચનું સ્થાન પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. 'જવાન'ની રિલીઝ સાથે કિંગ ખાન દર્શકો પર પોતાનો દબદબો જાળવી રાખશે.