હૈદરાબાદ: બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન અભિનીત ફિલ્મ 'જવાન' વધુ એક માઈલસ્ટોન પાર કરવાની આરે છે. ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સિનેમાઘરોમાં એન્ટ્રી કરનાર આ ફિલ્મે ટિકિટ વિન્ડો પર મજબૂત પકડ જાળવી રાખી છે. બ્લોકબસ્ટરે વૈશ્વક સ્તરે 600 કરોડનો આકડો પાર કરી દીધો છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ મુજબ, 'જવાન' ભારતમાં બોક્સ ઓફિસ પર 75 કરોડ રુપિયાની આશ્ચર્યજનક કમાણી સાથે સિનેમાઘરોમાં ઓપનિંગ કરી હતી.
Jawan Box Office Collection Day 9: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' 9માં દિવસે 400 કરોડનો આકડો પાર કરશે
શાહરુખ ખાનની એક્શન થ્રિલર 'જવાન' 9માં દિવસે ભારતમાં બોક્સ ઓફિસ પર 400 કરોડનો માઈલસ્ટોન વટાવી જશે. તારીખ 7 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ 'જવાને' પ્રથમ દિવસે થિયેટરોમાં દર્શકોને પ્રભાવિત કર્યા હતા. 'જવાન' ફિલ્મ બોક્સ ઓફિસ પર બીજા સપ્તાહમાં ચાલી રહી છે.
Published : Sep 15, 2023, 11:43 AM IST
|Updated : Sep 15, 2023, 12:46 PM IST
બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 9: 'જવાન' ફિલ્મે રિલીઝના બીજા દિવસે 53.23 કરોડ નેટ કમાણી કરી હતી. એક્શનથી ભરપૂર ફિલ્મે તેના ત્રીજા દિવસે 77.83 કરોડ નેટ અને ચોથા દિવસે 80 કરોડ નેટ કલેક્શન કર્યું હતું. જોકે, પછીના દિવસોમાં ફિલ્મમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. થિયેટરોમાં 8 દિવસ પુરા કર્યા પછી, કિંગ ખાનની ફિલ્મ પ્રારંભિક અંદાજ મુજબ, 9માં દિવસે 20.19 કરોડની કમાણી કરે તેવી શક્યતા છે. આમ તેની 9 દિવસની કુલ આવક 408.27 કરોડ રુપિયા છે.
સાઉથ કલાકારો સાથે પ્રથમ સહયોગ: એટલી દ્વારા નિર્દેશિત 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરના રોજ હિન્દી તમિલ અને તેલુગુ સહિતની ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. મુખ્ય ભૂમિકામાં શાહરુખ ખાન ઉપરાંત એક્શન થ્રિલરમાં સાઉથના કલાકારો નયનતારા અને વિજય સેતુપતિ પણ મુખ્ય ભૂમિકામાં છે. 'જવાન' ફિલ્મમાં શાહરુખ ખાન, નિર્દેશક એટલી, અભિનેત્રી નયનતારા અને અભિનેતા વિજય સેતુપતિ પ્રથમ વખત સાથે કામ કર્યુ છે. આ ફિલ્મમાં બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સંજય દત્ત પણ કેમિયો રોલમાં જોવા મળે છે. આ ફિલ્મનું નિર્માણ શાહરુખ ખાન અને ગૌરી ખાનની રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે.