હૈદરાબાદ: શાહરુખ ખાનની 2023ની બીજી ફિલ્મ 'જવાન' રિલીઝ થવાની તૈયારીમાં છે. આંકડાઓ સૂચવે છે કે, 'જવાન' બોક્સ ઓફિસ પર ધમાકેદાર છે. કારણ કે, 'જવાન' માટે એડવાન્સ બુકિંગ બીજી બ્લોકબસ્ટર ફિલ્મ સૂચિવે છે. 'જવાન' માટે એડવાન્સ બુકિંગ તારીખ 1 સપ્ટેમ્બરથી શરુ થયું હતું. 'જવાન'ની ભારતમાં લગભગ 6 લાખ ટિકિટો વેચાઈ ગઈ છે.
જવાન એડવાન્સ બુકિંગ: આ ફિલ્મ શાહરુખ ખાન માટે એક અનોખો રેકોર્ડ બનાવી શકે છે. શાહરુખે 'પઠાણ' ફિલ્મ સાથે ભવ્ય શરુઆત કરી હતી. એક વર્ષમાં વિશ્વભરમાં સતત બે વખત 100 કરોડ રુપિયાની કમાણી કરનાર ભારતીય અભિનેતા બનવા માટે તૈયાર છે. 'જવાન'ના હિન્દી વર્ઝન માટે એડવાન્સ બુકિંગ લગભગ 5,14,126, જે કુલ 15.59 કરોડ છે. આ દરમિયામ તમિલ ભાષા માટે 19,899 ટિકિટો વેચાઈ ગઈ છે. જ્યારે તેલુગુ ભાષા માટે 16,230 ટિકિટ વેચાઈ છે. આ સાથે ભારતમાં 'જવાન'ની એડવાન્સ બુકિંગની કુલ રકમ વધીને 16.93 કોરડ રુપિયા થઈ ગઈ છે.
100 કરોડની કમાણી: વિદેશોમાં પણ 'જવાન'ની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વેપાર વિશ્લેષક નિશિત શોના જણાવ્યા અનુસાર, ''રિલીઝ માટે 4 દિવસ બાકી છે, ત્યારે પહેલા દિવસે પઠાણને પાછળ છોડી શકે છે.'' 'જવાન' પ્રથમ દિવસે વિશ્વભરમાં 100 કરોડ રુપિયાની કમાણી કરી શકે છે. જો નિશિત શોની આગાહીઓ 'જવાન' બોક્સ ઓફિસ પર સાચી પડી તો, કિંગ ખાન દુનિયાભરમાં બે વખત 100 કરોડ રુપિયાની કમાણી કરનાર પ્રથમ બોલિવુડ એક્ટર હશે.
જવાન ફિલ્મ વિશે: 'જવાન' ફિલ્મના ટ્રેલરને પણ દર્શકોન તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. તારીખ 31 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલા ટ્રેલરને હવે માત્ર યુટ્યુબ પર જ 41 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. અનિરુદ્ધ રવિચંદરની 'ઝિંદા બંદા'ને 64 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. એટલી દ્વારા દિગર્શિત ફિલ્મ 'જવાન'માં તમિલ ઉદ્યોગના બે સૌથી મોટા સ્ટાર્સ નયનતાર અને વિજય સેતુપતિ પણ સામેલ છે. જ્યારે દીપિકા પાદુકોણના ખાસ દેખાવે પ્રેક્ષકોને આકર્ષ્યા છે. એસેમ્બલ કાસ્ટમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, રિદ્ધિ ડોગરા પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
- Ekka Collection Day10: મલ્હાર ઠાકર યશ સોની સ્ટારર '3 એક્કા' ફિલ્મે 15 કરોડનો આંકડો કર્યો પાર, 20 કરોડ નજીક
- Chandramukhi 2 Trailer: 'ચંદ્રમુખી 2'નું ટ્રેલર રિલીઝ, જુઓ કંગના રનૌતની શાનદાર એક્ટિંગ
- Box Office Day 10: આયુષ્માન ખુરાનાની ફિલ્મના રેકોર્ડમાં વધારો, 'ડ્રીમ ગર્લ 2'એ આટલી કમાણી કરી