હૈદરાબાદ: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મને જબરદસ્ત ઓપનિંગ મળવાની અપેક્ષા છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 'જવાને' 13.17 કરોડની 4,26,171 ટિકિટો વેચી હતી. શાહરુખ ખાનના 'જવાન' માટે ભારતમાં એડવાન્સ બુકિંગ શરુ થઈ ગયું છે. તારીખ 1લી સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલા ટ્રેલરે દર્શકોમાં ઉત્તેજના વધારી દીધી હતી. દુબઈ ઈવેન્ટ અને ચેન્નઈમાં પ્રી-રિલીઝ ઈવેન્ટની સાથે બે મિનિટથી વધુના ટ્રેલરે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી છે.
Jawan Advance Booking: શાહરુખ ખાન ઈતિહાસ રચવા માટે તૈયાર, 'જવાન' ફિલ્મના એડવાન્સ બુકિંગ પર એક નજર
એટલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જવાન' સિનેમાઘરોમાં ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'જવાન' એડવાન્સ બુકિંગને લઈ ચર્ચામાં છે. તો ચાલો શાહરુખ ખાનની 'જવાન' ફિલ્મના એડવાન્સ બુકિંગ પર એક નજર કરીએ.
Published : Sep 3, 2023, 1:48 PM IST
જવાન એડવાન્સ બુકિંગ: શુક્રવારે ફિલ્મ ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયબાલાએ ટ્વિટર-X પર જણાવ્યું હતું કે, ''શાહરુખ ખાન 'જવાન' સાથે ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. 'જવાન' એ આ વર્ષની સૌથી અપેક્ષિત બોલિવુડ ફિલ્મોમાંથી એક છે.'' આ દરમિયાન ટ્રેડ એનાલિસ્ટ ગિરીશ જોહરે લખ્યું છે કે, ''પહેલાથી જ એક વિશાળ ટ્રેન્ડ એલર્ટ. 'જવાન' એડવાન્સ ટિકિટનું વેચાણ(with Day 1 yet to close) એ રેકોર્ડજ સેટર એડવાન્સ હશે. અમે લખી રહ્યાં છે ત્યારે પહેલાથી જ 'પઠાણ' આગળ નકળી રહી છે. નેશનલ ચેઈન્સમાં લગભગ 1.75 લાખ ટિકિટ અને દરેક જગ્યાએ 3 લાખ ટિકિટો પર નજર છે.''
જવાન એડવાન્સ બુકિંગ સ્ટેટ્સ:ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું કે, ''જવાન એડવાન્સ બુકિંગ સ્ટેટ્સ. નેશનલ ચેઈન્સમાં ઉડ્ડયનની શરુઆત. નોટ: નેશનલ ચેઈન્સમાં ગુરુવાર દિવસ 1 માટે વેયાયેલી ટિકિટો અપડેટ. શુક્રવાર 11.45 AM. PVR+INOX: 32,750 અને સિનેપોલિ: 8,750. કુલ 14,500 ટિકિટ વેચાઈ.'' ચાહકો દેશભરમાં ટિકિટો બુક કરવા માટે દોડી રહ્યાં છે. ચેન્નઈ હૈદરાબાદ અને અન્ય શહેરોમાં લગભગ તમામ શો પ્રથમ દિવસે વેચાઈ ગયા છે, જે ચેન્નઈમાં યોજાયેલી વિશાળ પ્રી-રિલીઝ ઈવેન્ટને આભારી છે.