હૈદરાબાદ: સુપરસ્ટાર શાહરુખ ખાન બોક્સ ઓફિસ પર 'પઠાણ' ફિલ્મ લઈને આવ્યા અને ચાહકોના દિલમાં આગ લગાવી દીધી હતી. 'પઠાણ' ફિલ્મને લઈને દર્શકોમાં જરબદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. હવે ફરી એક વાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા જઈ રહ્યા છે. શાહરુખ અને નયનતારા અભિનીત ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરે સિનમેઘારોમાં આવી રહી છે, ત્યારે આ ફિલ્મના એડવાન્સ બુકિંગ પર એક નજર કરીએ.
Jawan Advance Booking: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'ની 7 લાખથી વધુ ટિકિટ વેચાઈ, ટૂંક સમયમાં રિલીઝ થશે - જવાન એડવાન્સ બુકિંગ
7 લાખથી વધુ ટિકિટોના વેચાણ સાથે, જો શાહરુખ ખાન અભિનીત ફિલ્મ માટે એડવાન્સ ટિકિટના વેચાણ અંગેની અપડેટ સામે આવી છે. શાહરુખ અને નયનતારા અભિનીતી ફિલ્મેે નોંધપાત્ર એડવાન્સ બુકિંગના આંકડા પ્રાપ્ત કર્યા છે. 'જવાન' ફિલ્મ તારીખ 7 સપ્ટેમ્બરના રોજ બોક્સ ઓફિસ પર ધમાલ કરવા માટે તૈયાર છે.

Published : Sep 5, 2023, 2:54 PM IST
જવાન ફિલ્મે નોંધપાત્ર એડવાન્સ બુકિંગ આંકડા હાંસલ કર્યા:ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'જવાન' માટે 7 લાખથી વધુ ટિકિકો વેચાઈ ગઈ છે અને ભારતમાં લગભગ 21.14 કરોડ રુપિયાની નોંધપાત્ર કમાણી કરી છે. સંખ્યાઓને તોડીને, 'જવાન' હિન્દી 2D માર્કેટમાં 6,75,268 ટિકિટો વેચાઈ હતી. IMAX સ્ક્રીનિંગ માટે વધારાની 13,268 ટિકિટો વેચાઈ છે. ટ્રેક એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને 'જવાન'ની સરખાણી ટોચની 10 ફિલ્મો સાથે કરી હતી, જેણે અગાઉ રાષ્ટ્રીય મલ્ટિપ્લેક્સમાં નોંધપાત્ર એડવાન્સ બુકિંગ આંરડા મેળવ્યા હતા. 'જવાને' પ્રથમ દિવસની 2,72,732 ટિકિટો વેચીને પ્રભાવશાળી નિશાની બનાવી છે.
શાહરુખ ખાને તિરુપતિ મંદિરની મુલાકાત લીધી: દરમિયાન 'જવાન' રિલીઝ પહેલા શાહરુખ ખાને તેમની પુત્રી સુહાના ખાન સાથે તરુપતિ મંદિરની મુલાકાત લીધી હતી. સુપરસ્ટારની સાથે તેમની સહ અભિનેત્રી નયનતારા પણ હતી. આજે સવારે ભગવાન વેંકટેશ્વરને પ્રાર્થના કરી હતી. ગયા અઠવાડિયે અભિનેતાએ વૈષ્ણો દેવીમાં પૂજા કરી હતી. એડવાન્સ બુકિંગના આંકડાઓને જોતા, ભારતમાં શાહરુખના ચાહકોમાં 'જવાન' ફિલ્મને લઈ જોરદાર ઉત્સાહ જોવા મળે છે. કિંગ ખાને તેમના ચાહકો દ્વારા મળેલો પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.