હૈદરાબાદ: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'ને લઈને ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળે છે. તારખ 7મી સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. 'જવાન' ફિલ્મનું એડવાન્સ બુંકિગ વિદેશમાં શરુ થઈ ગયું છે. આ ફિલ્મે તેના શરુઆતના દિવસે જ ધમાકેદાર સાબિત થવા જઈ રહી છે. એમ કહેવું ખોટું નહિં હોય કે, શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' પ્રથમ વિકેન્ડમાં જ 150 કરોડનો આંકડો પાર કરી લેશે. ભારતમાં પણ ટિકીટનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ગયું છે.
જવાન ફિલ્મની એડવાન્સ બુકિંગ: શાહરુખ ખાનની ફિલ્મ જવાનના પ્રોડક્શન હાઉસે તારીખ 1 સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરી હતી કે, ''દુબઈમાં રીલ સિનેમાનું વાતાવરણ વીજળીયુક્ત હતું. એડવાન્સ બુકિંગ હવે ખુલ્લું છે. તમારી ટિકિટ બુક કરો. જવાન તારીખ 7 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વભરમાં હિન્દી, તમિલ તેલુગુમાં રિલીઝ થઈ રહ્યું છે.'' જવાનનું લક્ષ્ય એકંદરે પ્રી બુકિંગની બાબતમાં પઠાણને પાછળ રાખવાનું રહેશે. વેચાણના પ્રથમ દિવસે 1.17 લાખ ટિકિટો વેચાઈ.
ભારતમાં 6000 સ્ક્રીન પર રિલીઝ થશે: બજેટ 300 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ 'જવાન' ભારતમાં 6000 સ્ક્રીન પર રિલીઝ થશે અને રન ટાઈમ 2 કલાક અને 45 મિનિટનો છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, 'જવાન' 7 દિવસથી પણ ઓછા સમયમાં થિયેટરોમાં આવવા માટે તૈયાર છે. ત્યારે આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 4.26 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ભારતમાં પ્રી બુકિંગ શરુ થતાંની સાથે જ ફિલ્મે રેકોર્ડ 112820 ટિકિટ વેચી હતી.
જવાનનું એડવાન્સ બુકિંગ શરૂ
એડવાન્સ બુકિંગ કલેક્શન: 'જવાન' ફિલ્મે યુનાઈટેડ સ્ટેટ્સમાં 450 સાઈટ્સ પર એડવાન્સ બુકિંગમાં લગભગ 2 કરોડનું કલેક્શન કર્યું છે. વેપાર નિષ્ણાત મનોબાલા વિજબાલાના જણાવ્યા અનુસાર, કુલ 13750 ટિકિટ વેચાઈ હતી. આ દરમિયાન ટ્રેડ અનાલિસ્ટ તરણ આદર્શે પણ X પર રિપોર્ટ્સ અપડેટ શેર કરી છે. 'જવાન' ફિલ્મમાં શાહરુખ ખાન ઉપરાં નયનતારા, વિજય સેતુપતિ, દીપિકા પાદુકોણ, પ્રિયામણી અને સાન્યા મલ્હોત્રા સામેલ છે.
- Highest Paid Actor In India: રજનીકાંતે વગાડ્યો ડંકો, ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયા
- 3 Ekka Collection Day 8: '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવ્યો હાહાકર, જાણો 8માં દિવસની કમાણી
- Box Office Day 22: 'ગદર 2'ની નજર 500 કરોડ પર ટકી, 'omg' અસ્તના આરે