ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

પઠાણ ફિલ્મ વિવાદને લઈ જાવેદ અખ્તરે આપ્યું મોટું નિવેદન - પઠાણ ફિલ્મ વિવાદ

સેન્સર બોર્ડે પઠાણના નિર્માતાઓને ગીત (shah rukh khan besharam rang)માં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. સેન્સર બોર્ડે (besharam rang censored) માત્ર ગીત પર જ નહીં પરંતુ ફિલ્મના કેટલાક ડાયલોગના શબ્દો પર પણ વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ આર ખાને (KRK advised Shah Rukh Khan) ટ્વિટ પર શાહરૂખ ખાનને આપી અગત્યની સલાહ આપી હતી. હવે આ વાતને લઈ અખ્તરે પણ એક મોટું નિવેદન આપ્યું છે.

પઠાણ ફિલ્મ વિવાદને લઈ જાવેદ અખ્તરે આપ્યું મોટું નિવેદન
પઠાણ ફિલ્મ વિવાદને લઈ જાવેદ અખ્તરે આપ્યું મોટું નિવેદન

By

Published : Jan 10, 2023, 12:47 PM IST

મુંબઈઃ બોલિવૂડના 'કિંગ ખાન' શાહરૂખ ખાનની વિવાદાસ્પદ ફિલ્મ પઠાણના 'બેશરમ રંગ' (shah rukh khan besharam rang) ગીતમાં જ્યારે દીપિકા પાદુકોણે કેસરી રંગની બિકીની પહેરી હતી, ત્યારે જે હંગામો થયો હતો. તેના પર કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે ગીતને ટ્રિમ કરવામાં આવ્યું છે. તાજેતરમાં સેન્સર બોર્ડે (besharam rang censored) પઠાણના નિર્માતાઓને ગીતમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. આ સાથે ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ આર ખાને (KRK advised) ટ્વિટ પર શાહરૂખ ખાનને આપી હતી અગત્યની સલાહ. આ સાથે હવે અખ્તરે પણ મોટું નિવેદન આપ્યું છે.

આ પણ વાંચ:હૃતિક ઉજવી રહ્યો છે તેનો 49મો જન્મદિવસ, જાણો તેમના કરિયર વિશે

અખ્તરે આપ્યું નિવેદન:જાવેદ અખ્તરે કહ્યું કે, ''મને લાગે છે કે આપણે તે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પર વિશ્વાસ કરવો જોઈએ. જે નિર્ણય કરે છે કે, ફિલ્મમાંથી શું કાઢી નાંખવું અને કઈ ફિલ્મ પાસ કરવી છે.'' જાવેદ અખ્તર કવિ, ગીતકાર, પટકથા લેખક અને રાજકીય કાર્યકર છે. બોલિવૂડમાં તેમનું નામ પ્રખ્યાત છે. તેમને પદ્મશ્રી અને પદ્મભૂષણ એવા બે સર્વોચ નાગરિક સન્માન મળ્યા છે.

મધ્યપ્રદેશમાંથી વિરોધની આગ:મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સૌથી પહેલા ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેણે ગીતને અશ્લીલ ગણાવ્યું અને દીપિકાના કેસરી રંગના ડ્રેસ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. આ પછી ધીમે ધીમે વિરોધની આગ ઉત્તર પ્રદેશથી અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ ગઈ હતી. તેમણે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી હતી. તેના પર ટિપ્પણી કરતાં જાવેદ અખતરે કહ્યું, “જો તેઓ વિચારે છે કે, મધ્ય પ્રદેશ માટે અલગ સેન્સર બોર્ડ હોવું જોઈએ, તો ફિલ્મ અલગથી જોવી જોઈએ. જો તેઓના કેન્દ્રના ફિલ્મ પ્રમાણપત્રની નોંધ છે, તો અમારી વચ્ચે આવવું જોઈએ, તે તેમની અને કેન્દ્રની વચ્ચે છે."

આ શબ્દોને પણ મારી કાતર:મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ જોયા બાદ સેન્સર બોર્ડે માત્ર ગીત પર જ નહીં પરંતુ ફિલ્મના કેટલાક ડાયલોગના શબ્દો પર પણ વાંધો ઉઠાવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં RAW શબ્દને 'હમારે' અને 'લંગડે લુલે'થી બદલીને 'ટુટે ફુટે' અને 'PM'ને 'રાષ્ટ્રપતિ અથવા મંત્રી' કરવામાં આવ્યો છે. આ સિવાય 13 જગ્યાએથી PMO શબ્દ હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:અવતારે એન્ડગેમને આપી ધોબી પછાડ, 24 દિવસમાં 454 કરોડની આવક

KRKએ SRKને આપી સલાહ:KRKએ શાહરૂખ ખાનને પઠાણ નામ બદલવાની આપી હતી સલાહ. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, ''SRK એક મોટો સ્ટાર છે, તેથી હું હજુ પણ માનું છું કે તેણે જિદ્દી ન હોવું જોઈએ. પબ્લિકની સામે નમવું ખોટું નથી. પબ્લિક ને હી તો સ્ટાર બનાયા હૈ. જ્યારે તમામ સમુદાયના લોકો તેની વિરુદ્ધ છે ત્યારે તેણે પઠાણનું નામ બદલવું જોઈએ. તેણે અફઘાનિસ્તાન.કાઉટ્સ નહીં પણ માત્ર ભારતીય જનતા માટે ફિલ્મ બનાવી છે.''

ABOUT THE AUTHOR

...view details