હૈદરાબાદ: હોલીવુડની સૌથી મોંઘી બજેટ અને હૃદય સ્પર્શી મેગા બ્લોકબસ્ટર ફિલ્મ 'અવતાર 2'ના (Trailer Release Of Film Avatar 2) બીજા ભાગનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. દર્શકો છેલ્લા 10 વર્ષથી ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા હતા. હવે ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. કારણ કે 'અવતારઃ ધ વે ઓફ વોટર'નું ટીઝર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે. ફિલ્મની પ્રથમ ઝલક 27 એપ્રિલે લાસ વેગાસમાં સિનેમાકોન ખાતે જોવા મળી હતી.
આ પણ વાંચો:આમિર ખાનની દીકરીએ બિકીની પહેરીને ઉજવ્યો જન્મદિવસ, યુઝર્સએ કહ્યું...
ફિલ્મ 'અવતાર-2'નો પહેલો ભાગ જોવો જરૂરી :જો તમે ફિલ્મનો પહેલો ભાગ ના જોયો હોય અને જો તમે હોલીવુડની ફિલ્મોના ચાહક હોવ તો તમારે તે જોવી જોઈએ. કારણ કે ફિલ્મનો બીજો ભાગ જ જોવો રસપ્રદ રહેશે. ફિલ્મના પહેલા ભાગ મુજબ, આ વાર્તા પાન્ડોરા ગ્રહની આસપાસ ફરે છે. પાન્ડોરા એ આલ્ફા સેન્ચ્યુરીના ગ્રહનો ચંદ્ર જેવો ઉપગ્રહ છે, જ્યાંનું વાતાવરણ પૃથ્વી કરતાં વધુ આકર્ષક અને અનુપમ છે. પૃથ્વી પર જીવન જેવું જીવન છે અને લોકોમાં વિવિધ પ્રકારના વિચાર અને શક્તિ છે.