હૈદરાબાદઃ સાથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર' થયેટરમાં રિલીઝ થઈ હતી. આજે આ ફિલ્મનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલક્શન સામે આવ્યું છે. રજનીકાંતે ફરી એકવાર બોક્સ ઓફિસ પર જીત મેળવી છે. પૂરા બે વર્ષ પછી ફિલ્મ જેલર સાથે પરત ફરેલા રજનીકાંતે ભારતીય બજારમાં ધમાકો કર્યો છે. રજનીકાંતે ફિલ્મ જેલરથી ફરી એકવાર ફિલ્મ ઉદ્યોગમાં કમબેક કર્યું છે.
જેલર બોક્સ ઓફિસ પર ચમકી: રજનીકાંત અને તમન્ના ભાટિયા અભિનીત ફિલ્મ 'જેલર' તારીખ 10 ઓગસ્ટના રોજ દેશ અને દુનિયામાં 4000 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. 'જેલરે' શરૂઆતના દિવસે જ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. રજનીકાંતે ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. જેલરની શરૂઆતના દિવસની કમાણી જોઈને લાગે છે કે, ફિલ્મ 15 ઓગસ્ટ સુધીમાં 100 કરોડની કમાણી કરી લેશે.
જેલર ફિલ્મની પહેલા દિવની કમાણી: 'જેલરે' ભારતીય બોક્સ ઓફિસ પર શરૂઆતના દિવસે લગભગ 52 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવો રેકોર્ડ બનાવ્યો છે. 'જેલર' તમિલમાં વર્ષ 2023ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. સેકનિલ્કના જણાવ્યા અનુસાર ફિલ્મે ભારતમાં દરેક ભાષામાં ઓપનિંગ કરીને 44.50 કરોડનો બિઝનેસ કર્યો છે. જેમાં તમિલનાડુમાંં 23 કરોડ, કર્ણાટક: 11 કરોડ, કેરળ: 5 કરોડ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાઃ 10 કરોડ, ભારત: 3 કરોડ સામેલ છે.
જેલર ફિલ્મે બનાવ્યા રેકોર્ડ: જેલરે પ્રથમ દિવસના કલેક્શનમાંથી આ રેકોર્ડ તોડ્યા હતા. 2023માં તમિલનાડુમાં સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની છે. કોલીવુડ માટે કર્ણાટકમાં ઓલ ટાઈમ રેકોર્ડ ઓપનિંગ ફિલ્મ સાબિત થઈ છે. કોલીવુડ માટે 2023માં એકંદરે સૌથી વધુ ઓપનિંગ ડે ઈન્ડિયા ગ્રોસ અને કોલીવુડ માટે 2023માં AP/TG માં સૌથી મોટી શરૂઆત કરી છે.
જેલરે અમરિકામાં મચાવ્યું તુફાન: દેશ અને વિદેશમાં જેલરનો ડંકો વાગી ચૂક્યો છે. જેલરે અમેરિકામાં પણ સારો બિઝનેસ કર્યો છે. વિશ્લેષક રમેશ બાલાના જણાવ્યા અનુસાર 'જેલર' અમેરિકામાં પ્રીમિયર અને પ્રથમ દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મે USમાં તેના શરૂઆતના દિવસે 1.450 મિલિયન ડોલરની કમાણી કરી હતી. અગાઉ સુપરસ્ટાર વિજયની બીસ્ટે યુએસમાં 1.375 મિલિયન ડોલરની કમાણી કરી હતી. પરંતુ રમેશે કહ્યું છે કે, અંતિમ ડેટા આવવાનો બાકી છે.
- Yaariyan 2 Teaser Out: 'યારિયાં 2'નું ટીઝર રિલીઝ, ફિલ્મની સ્ટારકાસ્ટમાં ફેરફાર કરવામાં આવ્યા
- Gujarati Film Release: ઓગસ્ટમાં રિલીઝ થનારી ટોપ ગુજરાતી ફિલ્મ, ટૂંક સમયમાં સિનેમાઘરોમાં જોવા મળશે
- Box Office Collection: 'RRKPK' ધીમી ગતીએ ચાલી રહી છે, ફિલ્મ સામે પડકાર