હૈદરાબાદ:સુપરસ્ટાર રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'જેલર' બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. નેલ્સન દિલીપ કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ ભારતમાં રુપિયા 150 કરોડનો આંકડો પાર કરવા માટે તૈયાર છે. રજનીકાંતની ફિલ્મની નજર હવે વૈશ્વિક સ્તરે 300 કરોડ રુપિયાની કમાણી પર છે. આ સાબિત કરે છે કે, રજનીકાંત હજુ પણ બોક્સ ઓફિસના બાદશાહ છે. સ્વતંત્રતા દિવસ નજીક હોવાને કારણે ફિલ્મનું કલેક્શન સતત વધી રહ્યું છે.
Rajinikanth Film Jailer: 'જેલર' ફિલ્મ ભારતમાં 150 કરોડની નજીક, વિશ્વભરમાં 300 કરોડનો ટાર્ગેટ
સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 'જેલર' ભારતીય બોક્સ ઓફિસ ઉપરાંત વિદેશમાં પણ જોરદાર કમાણી કરી રહી છે. 'જેલર' ફિલ્મ 4 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 150 કરોડની નજીક પહોંચી ગઈ છે. જ્યારે આ ફિલ્મના વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ કલેકશનની વાત કરીએ તો, 300 કરોડની કમાણી કરવા પર નજર અટકાવી રાખી છે. તો ચાલો જાણીએ આ ફિલ્મનું ચોથા દિવસના કલેક્શન વિશે.
વિશ્વભરમમાં 300 કરોડનો ટાર્ગેટ:રજનીકાંતની 'જેલર' તારીખ 10 ઓગસ્ટના રોજ વર્લ્ડવાઈડ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી જેલર બોક્સ ઓફિસ પર અસાધારણ કરતા સારું પ્રદર્શન કરી રહી છે. ફક્ત 4 દિસમાં ભારતીય બોક્સ ઓફિસ પર 146.40 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર રજનીકાંતની ફિલ્મ વિશ્વભરમમાં 300 કરોડ રુપિયાના ટાર્ગેટ પર નજર રાખી રહી છે. જેલરે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે.
4 દિવસનું કુલ કલેક્શન: 'જેલરે' તારીખ 10 ઓગસ્ટ 2023ના રોજ 50 કરોડની કમાણી સાથે ભવ્ય ઉદઘાટન કર્યું હતું. ત્યાર બાદ 'જેલરે' શુક્રવારે 25.75 કરોડ રુપિયા અને શનિવારે લગભગ 33.75 કોરડ રુપિયાની કમાણી કરી હતી. ટ્રેડ રિપોર્ટ્સ અનુસાર, 'જેલર' ફિલ્મે પ્રથમ રવિવારે લગભગ રુપિયા 38 કરોડની કમાણી કરી છે. આમ 4 દિવસનું કુલ કલેક્શન 146 કરોડ રુપિયા સુધી પહોંચી ગયું છે. તારીખ 13 ઓગસ્ટના રોજ એટલે કે, પ્રથમ રવિવારે 'જેલર'ની ઓક્યુપેન્સી 89.24 ટકા હતી.