હૈદરાબાદ:સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ બે વર્ષ પછી સ્ક્રીન પર આવી છે. આ ફિલ્મે રિલીઝ થતાંની સાથે જ બોક્સ ઓફિસ પર આગ લગાવી દિધી છે. આ ફિલ્મે ગુરુવારે બોક્સ ઓફિસ પર શાનદરા પ્રદર્શન કર્યું હતું. એટલું જ નહિં પરંતુ શરુઆતના દિસવે જ 50 કરોડનો આંકડો પાર કરી લીધો હતો. આ ફિલ્મની રસપ્રદ વાત એ છે કે, તારીખ 11 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર બોલિવુડની બે મોટી ફિલ્મ 'OMG 2' અને 'ગદર 2' રિલીઝ થઈ હતી, જેની સાથે આ જેલરનીની ધમાકેદાર ટક્કર થઈ હતી.
Box Office Collection Day 2: રજનીકાંતની 'જેલર' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધુમ મચાવી, બીજા દિવસની આટલી કમાણી - Jailer Box Office collection day 2
'જેલર' ગઈ કાલે તારીખ 10 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર 50 કરોડાના આંકડાને સ્પર્શ કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મે થિયેટરમાં તુફાન મચાવ્યુ છે. તો ચાલો એક નજર કરીએ આ ફિલ્મની બીજા દિવસની કમાણી પર.
બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મોની ટક્કર: અન્ય ફિલ્મો સાથે ટક્કર હોવા છતાં 'જેલરે' બોક્સ ઓફિસ પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. 'જેલર' ફિલ્મ તારીખ 10 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તારીખ 11 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર ત્રણ ફિલ્મો 'જેલર', 'OMG 2' અને 'ગદર 2'ની જોરદાર ટક્કર થઈ હતી. રજનીકાંતની ફિલ્મે પ્રથમ દિવસે લગભગ 52 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મને પહેલા દિવસે 90 ટકા ઓક્યુપેન્સી મળી હતી. રિલીઝના દિવસે વિશ્વભરમાં 72 કરોડ રુપિયાથી વધુની કમાણી કરી હતી.
જેલર ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન: મીડિયા રિપોર્ટસ અનુસરા, ઓપનિંગ ડેના દિવસે શાનદાર શરુઆત કર્યા બાદ, સુપરસ્ટારની ફિલ્મે બીજા દિસવે શુક્રવારે લગભગ 35 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મનું કુલ કલેક્શન લગભગ 87 કરોડ રુપિયા થઈ ગયું છે. આ ફિલ્મ ફક્ત ભારતમાં જ નહિં પરંતુ વિદેશી બોક્સ ઓફિસ પર પણ ધમાલ માચાવી રહી છે. રજનીકાંતની ફિલ્મ એક એક્શન કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં મોહન લાલ, શિવ કુમાર અને જેકી શ્રોફ જેવા મોટા કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ લગભગ 200 કરોડના બજેટમાં બની હતી.