નવી દિલ્હીઃ ફેમસ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીની ફેમસ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગોવામાં આયોજિત 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (53rd International Film Festival of India)ના જ્યુરી હેડ નાદવ લેપિડે (Condemnation of IFFI Jury Head Nadav Lapid) આ ફિલ્મને 'વલ્ગર પ્રોપેગન્ડા' (vulgar propaganda) ગણાવી છે. જે બાદ ભારતમાં ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને તેમના નિવેદન માટે જ્યુરી હેડને ફટકાર લગાવી છે. રાજદૂતે નાદવના આ નિવેદનને અંગત ગણાવ્યું છે. તેણે કહ્યું છે કે, નાદવ લેપિડના નિવેદનથી તે શરમ અનુભવી રહ્યો છે.
ફિલ્મ ફેસ્ટિવલ સમારોહ:ગોવામાં આયોજિત 53મા ફિલ્મ ફેસ્ટિવલ સમારોહના સમાપન પર IFFI જ્યુરી હેડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 'અશ્લીલ પ્રચાર' ગણાવ્યો હતો. તેમણે કહ્યું, 'આવા ફિલ્મ ફેસ્ટિવલમાં આવી ફિલ્મ જોઈને મને આશ્ચર્ય થાય છે'. ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે પણ IFFI જ્યુરીના નિવેદન પર પોતાની આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ટ્વીટ કરીને જ્યુરીના વડા ઇઝરાયેલની ફિલ્મ મેકર લેપિડ પર નિશાન સાધ્યું છે. સાથે જ ફિલ્મ મેકર અશોક પંડિતે પણ તેમને કાશ્મીરીઓનું ઘોર અપમાન ગણાવ્યું છે.